Reha Chakraborty

Reha Chakraborty

ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તી (Reha Chakraborty) ની ધરપકડ કરવામાં આવી છે. રિયા છેલ્લા બે દિવસથી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. જે દરમિયાન રિયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા રિયાએ હવે જેલમાં જ રહેવું પડશે. NCB એ રિયા અને શોવિકને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. રિયા અને શોવિકના સાથે અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા, દિપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાંડાની જામની અરજી પર પણ નિર્ણય સંભળાવવામાં આવ્યો.

મંગળવારે મુંબઈની એક મેજિસ્ટ્રેટ અદાલથી જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ રિયાએ બુધવારે પોતાના વકીલના માધ્યમથી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. રિયાએ પોતાની જામીન અરજીમાં આરોપ લગાવ્યો કે, NCB દ્વારા પૂછપરછ દરમિયાન તેમને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવી.

આ પણ જુઓ : કંગનાને લઇ ભાજપ પર શિવસેનાના મુખપત્ર સામનાનો આક્ષેપ

રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા પણ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. રિપોર્ટ્સ મુજબ એનસીબી સૂત્રોના જણાવ્યાં મુજબ તેમની પાસે પુરતા પુરાવા છે. જેના કારણે રિયાની ધરપકડ થઈ છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024