Shiv Sena

Shiv Sena

શિવસેના (Shiv Sena) એ આક્ષેપ કર્યો છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજપૂતોના મત મેળવવા ભાજપ કંગના રનૌતનો રાજકીય ઉપયોગ કરી રહ્યો છે. પોતાના મુખપત્ર સામનાના આજના અંકના સંપાદકીયમાં શિવસેનાએ આ આક્ષેપ કર્યો હતો. ઉપરાંત કહ્યું કે એની ઑફિસ ગેરકાયદે હતી માટેજ તોડવામાં આવી હતી. અમે કોર્ટમાં આ હકીકત સાબિત કરી શકીએ એમ છીએ. 

આ પણ જુઓ : Rainfall : રાજ્યમાં આ 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

શિવસેનાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કંગનાને અફીણના કેફનું વ્યસન કરે છે. સામનાએ લખ્યું કે જે ગેરકાયદેસર હતું એજ તોડવામાં આવ્યું હતું. પૂરતી નોટિસ પછી બીએમસીએ કાયદેસર રીતે પગલાં લીધાં હતાં. શિવસેનાને કંગનાની ઑફિસ સાથે કઈ લેવાદેવા નથી. આ મામલો કંગના અને બીએમસી વચ્ચેનો હતો.

આ પણ જુઓ : Beirut caught fire : બૈરૂત બંદરે ફરી ભીષણ આગ લાગી

સામનાએ ભાજપનું નામ લઇને ખુલ્લો આરોપ મૂક્યો હતો કે બિહારમાં ભાજપની સ્થિતિ નબળી હોવાથી બિહારના રજપૂતોના મતો મેળવવા ભાજપ કંગનાનો રાજકીય ઉપયોગ કરી રહ્યો હતો. બાકી ભાજપને મહિલાઓના કલ્યાણ સાથે કઈ લેવાદેવા નથી. શિવસેનાના સંજય રાઉત જ સામનાના સંપાદક છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024