NCB

Reha Chakravarthi

રવિવારે NCBએ સુશાંતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તી (Reha Chakravarthi)ની પ્રથમ વખત 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પહેલા રિયાની ઈડી અને સીબીઆઈ પણ પૂછપરછ કરી ચૂક્યું છે. જયારે હવે રિયા ચક્રવર્તીએ રિયાએ સુશાંત સિંહ રાજપૂત માટે ખોટા મેડિકલ દસ્તાવેજના મામલે તેની બહેન પ્રિયંકા સિંહ અને આરએમએલના ડૉક્ટર તુણ કુમાર સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ જુઓ : DRDO એ હાઈપરસોનિક વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યું બાદ અભિનેતાનો પરિવાર અને રિયા ચક્રવર્તી એકબીજા પર અલગ-અલગ આરોપ લગાવી રહ્યા છે. સુશાંતના પિતાની ફરિયાદ બાદ સીબીઆઈ, ઈડી અને એનસીબી આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ જુઓ : Begum Jaan : હાઇકોર્ટે ટીવી સિરિયલ બેગમ જાન પરનો પ્રતિબંધ હટાવ્યો

એનસીબીને મોબાઈલ ફોન ચેટ રેકોર્ડ અને અન્ય ઈલેક્ટ્રોનિક ડેટા મળી આવ્યો હતો જેમાં ડ્રગ્સની ખરીદીમાં એ લોકોની સંડોવણી હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ આ મામલે એનસીબીએ તપાસ દરમિયાન રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડા અને સુશાંતના અંગત સ્ટાફના સદસ્ય દીપેશ સાવંતની ધરપકડ કરી હતી. એમની પૂછપરછ કરાઈ રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.