Begum Jaan

Begum Jaan

એક હિન્દુ યુવતી અને એક મુસ્લિમ યુવાનની કથા રજૂ કરતી બેગમજાન (Begum Jaan) સિરિયલ લવ જિહાદનો પ્રચાર કરે છે એવા આરોપ બદલ એના પર બે માસનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ પ્રતિબંધને આસામ હાઇકોર્ટે પડકારવામાં હટાવી દીધો છે.

હાઇકોર્ટના જસ્ટિસ સુમન શ્યામે આ પ્રતિબંધને ગેરકાયદે ગણાવીને એ રદ કર્યો હતો. હાઇકોર્ટે એવું નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું કે તપાસ સમિતિએ પ્રભાવિત પક્ષોની રજૂઆત સાંભળ્યા વિના કેબલ ટીવી નેટવર્ક્સ (નિયંત્રણ ) ધારા, 1994 હેઠળ આ સિરિયલ પર પ્રતિબંધ લાદી દીધો હતો.

આ પણ જુઓ : DRDO એ હાઈપરસોનિક વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું

હાઇકોર્ટે કહ્યું હતું કે ચેનલના પ્રબંધ નિર્દેશકને એમ લાગે કે આ સિરિયલ ધાર્મિક લાગણી દૂભાવી રહી હતી તો એના પ્રસારણ પહેલાં એને અટકાવી દેવી જોઇએ. એકવાર પ્રસારણ શરૂ થયા બાદ એને વચ્ચેથી અટકાવી દેવામાં કશું વાજબીપણું નથી. ચેનલના વકીલે હાઇકોર્ટને કહ્યું હતું કે તપાસ સમિતિમાં મિડિયાનો કોઇ પ્રતિનિધિ નહોતો. 

આ પણ જુઓ : શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ -પીએમ મોદી

હાઇકોર્ટે એવું નિરીક્ષણ પણ કર્યું હતું કે આ પ્રતિબંધ એકપક્ષી હતો. ટીવી સિરિયલ બનાવનારને એની વાત રજૂ કરવાની તક આપવી જોઇતી હતી. પ્રતિબંધ લદાયા બાદ સિરિયલની અભિનેત્રી પ્રીતિ કોંગનાને ધાકધમકીના ફોન આવતા હતા. તારા પર રેપ કરવામાં આવશે એવી ધમકી એને આપવામાં આવતી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.