PNB

જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્ક (PNB)ને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ કાયદાના ભંગ કરવા બદલ આ દંડ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કે પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ કાયદા, 2007ની કલમ 26(6)ના ભંગ બદલ પીએનબીને એક કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આરબીઆઈ અનેક વખત વિવિધ કાયદાઓના ભંગ બદલ બેન્કોને દંડ કરે છે. આ દંડ નિયમો નહીં માનવા બદલ લગાવાય છે. આ દંડની ગ્રાહકો પર કોઈ અસર નથી પડતી. તેમના માટે બેન્કોની સર્વિસ સામાન્ય રહે છે.

શેર બજારોને મોકલેલી માહિતીમાં પીએનબીએ જણાવ્યું છે કે, પંજાબ નેશનલ બેન્ક તેની આંતરરાષ્ટ્રીય આનુષંગીક કંપની ડ્રક પીએનબી લિ., ભૂટાન સાથે દ્વિપક્ષીય સંયુક્ત એટીએમ વ્યવસ્થાનું સંચાલન કરી રહી હોવાનું રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવ્યું હતું. આ માટે પીએનબીએ કેન્દ્રીય બેન્ક પાસેથી મંજૂરી મેળવી નહોતી. પરિણામે તેને દંડ ફટકારાયો હતો. 

આ પણ જુઓ : સુરત વરાછાની પરિણીતાને અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR

ઉપરાંત રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે તેણે પાંચ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોના સર્ટિફિકેટ ઓફ ઓથોરાઈઝેશન રદ કરી દીધા છે. કાર્ડ પ્રો સોલ્યુશન્સ પ્રા. લિ. અને ઈનકેશ મોબાઈલ વોલેટ સર્વિસીસના સર્ટિફિકેશન નિયામકીય અનિવાર્યતાઓનું પાલન નહીં કરવાના કારણે રદ કરી દીધા છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024