• રિક્ષામાં પેસેન્જર બેસાડીને નજર ચુકવી ચોરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.
  • ત્યારે આવો જ એક વધુ કિસ્સો શહેરનાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે.
  • મૂળ ચોટીલાનાં દક્ષાબા ઝાલા નામની મહિલા શહેરનાં નંદીપાર્કથી એસટીબસસ્ટેન્ડ જવા માટે એક રિક્ષામાં બેઢી હતી.
  • જોકે, આ રીક્ષામાં અન્ય ત્રણ યુવાનો પણ બેઠેલા હતાં.
  • પેસેન્જર વધી જતાં એક યુવાન ડ્રાઇવરની બાજુમાં બેસી ગયો હતો જ્યારે મહિલાને પાછળની સીટમાં બેસાડી હતી.
  • જોકે, થોડેક આગળ જઇને રિક્ષાચાલકે તેની બાજુમાં બે યુવાનને પાછળની સીટમાં બેસાડી દીધા હતા.
  • જ્યારે તેઓ નરોડા રોડ પર આવેલા એસઆરપી કેમ્પ પાસે પહોચ્યા ત્યારે આગળ પોલીસ છે તેમ કહીને રિક્ષાચાલકે મહીલાને રસ્તા પર જ ઉતારી દીધી હતી. ત્યાંથી તેઓ પલાયન થઇ ગયા હતાં.
  • જોકે, રીક્ષાચાલક નીકળી ગયા બાદ મહિલાએ જોતા તેની  સોનાની ચેઇન ગાયબ હતી.
  • જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
  • જો અન્ય એક બનાવની વાત કરીએ તો બીજો બનાવ શહેરનાં શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યો છે.
  • જ્યાં મેમ્કો પાસેથી નાગરવેલ જવા માટે એક યુવાન રિક્ષામાં બેઠો હતો.
  • જે રીક્ષાચાલકએ નાગરવેલ વિસ્તારમાં જવાને બદલે રીક્ષામાં ગેસ ખુટી ગયો છે તેમ કહીને રીક્ષા જી.ડી.રોડ તરફ એક ગલીમાં લઇ ગયો હતો.
  • જ્યાં આ રીક્ષા ચાલકએ પેસેન્જરને પકડી રાખ્યો જ્યારે રીક્ષામાં બેસેલા અન્ય  બે લોકોએ યુવાનના ખીસ્સામાંથી 400 રૂપીયા તેમજ મોબાઇલ ફોનની લુંટ કરીને પલાયન થઇ ગયા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024