• મોડાસાના અમરાપુરની કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
  • યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી હતી.
  • પોલીસે 4 શખ્સો સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.
  • ગુજરાતના આ દુષ્કર્મના કેસને લઈને બોલીવૂડ અભિનેતા રિતેશ દેશમુખે ટ્વિટ કરી રોષ વ્યક્ત કર્યો છે.
  • અભિનેતા રિતેશ દેશમુખે ટ્વિટ કરીને લખ્યું છે કે, ’19 વર્ષીય યુવતીનું અપહરણ, ગેંગ રેપ, મર્ડર અને ઝાડ પર લટકાવી દીધી.
  • તે કયા ધર્મની હતી તે ભૂલી જાવ. તેની જ્ઞાતિ પણ ભૂલી જાવ.
  • માત્ર એટલું યાદ રાખો કે તે એક યુવાન છોકરી હતી તેની આખી જિંદગી માટે સપના અને આકાંક્ષાઓ હતી. ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો.’
  • સોશિયલ મીડિયા યૂઝર્સની જેમ બોલિવુડ એક્ટર રિતેશ દેશમુખે પણ ક્રુઅલ એક્ટ સામે અવાજ ઉઠાવ્યો છે અને આ મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
  • તેણે તેના ટ્વીટર હેન્ડલ પર જઇને લખ્યું છે કે,”19 વર્ષિય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, ગેંગરેપ કરાયો હતો, હત્યા કરવામાં આવી હતી અને ઝાડ પર લટકાવવામાં આવી હતી.
  • તે ક્યા ધર્મનો હતો તે ભૂલી જાવ, તે કયા જાતિનો હતો તે ભૂલી જાવ.
  • માત્ર યાદ રાખો કે તે એક યુવતી હતી તેના આગળની આશા અને આકાંક્ષાઓનું આખું જીવન સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. ગુનેગારોને જાહેરમાં લટકાવો. #JusticeForKajal.”

  • મોડાસાના અમરાપુરની કોલેજિયન યુવતી 31મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં 5 જાન્યુઆરીએ લાશ મળી આવતાં યુવતીના પરિજનો અને સમાજના લોકોએ આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી.
  • પોલીસે માંગ ન સ્વીકારતાં અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોમવારે 6 જાન્યુઆરીએ સમાજે મોડાસામાં ચક્કાજામ અને પીએચસીની બહાર આખી રાત ધરણા કરી પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
  • 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર શખ્સો વિરુદ્ધ, અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ એસટી એસસી સેલને સોંપી હતી.
  • યુવતીના મૃતદેહને મંગળવારે રાત્રે અમદાવાદ પીએમ માટે ખસેડાયો હતો. બુધવારે 8 જાન્યુઆરી પીએમ કરાવ્યા બાદ યુવતીના માતા-પિતાની તબિયત લથડતાં મોડી રાત્રે 2 વાગ્યે મૃતદેહ સ્વીકારીને પરિવાર વતન ગયો હતો.
  • 9 જાન્યુઆરીએ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં યુવતીની અંતિમવિધિ કરાઈ હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024