RR: રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને આપી માત

પોસ્ટ કેવી લાગી?

RR

રવિવારે IPL 2020 ની 13મી સિઝનની નવમી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે થઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવ્સ પંજાબને ચાર વિકેટે હરાવી મેચ પોતાના નામે કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે આપેલા 224 રનના ટાર્ગેટની સામે રાજસ્થાન રોયર્સે 226 રન બનાવીને ચાર વિકેટે જીત મેળવી હતી.

જાહેરાત

રાજસ્થાન રોયલ્સ (RR) એ ટોસ જીતીને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. તો પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરના અંતે બે વિકેટના નુકસાન સાથે 223 રન ફટકાર્યા હતા. જેના પગલે રાજસ્થાન રોયલ્સ સામે 224 રનનો ટાર્ગેટ થયો હતો.

ટોસ જીત્યા પછી રાજસ્થાને (RR) પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મયંક અગ્રવાલ અને પંજાબના સુકાની કે.એલ. રાહુલ દ્વારા પહેલી વિકેટ માટે ૧૮૩ રનની તોફાની ભાગીદારી નોંધાવવામાં આવી હતી. આ બંને દ્વારા આઈપીએલના આ સીઝનની સૌથી વધુ રનની ઓપનિંગની ભાગીદારી પણ નોંધાવવામાં આવી હતી.

આ દરમિયાન મયંક અગ્રવાલ દ્વારા IPL કારકિર્દીની પહેલી સદી (૧૦૬) ફટકારવામાં આવી હતી. આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનારો તે બીજો ભારતીય બન્યો હતો. તે ઉપરાંત રાહુલ દ્વારા આઈપીએલ કારકિર્દીની ૧૭મી અડધી સદી (૬૯) ફટકારવામાં આવી હતી. રાજસ્થાન તરફથી કુરન અને રાજપૂતને એક-એક વિકેટ મળી હતી. તથા તોતિંગ રનચેઝ માટે ઉતરેલી રાજસ્થાનની બેટિંગ પણ આક્રમક જોવા મળી હતી.

મયંક અગ્રવાલે 45 બોલમાં IPL કરિયરની પહેલી સદી મારી છે. આ લીગમાં ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી સદી છે. ઇન્ડિયન દ્વારા ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે. મયંકે આજે રાજસ્થાનના બોલર્સને મેદાનની ચારેય બાજુ ફટકારતા 50 બોલની ઇનિંગ્સ દરમિયાન 10 ફોર અને 7 સિક્સની મદદથી 106 રન કર્યા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan