Ahmedabad

Ahmedabad

બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેઈન જોવા મળતા ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે આજે અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર બ્રિટનથી ફ્લાઈટ આવી પહોંચી જેમાં 246 મુસાફરો હતા.

આ ફ્લાઇટ બ્રિટનથી આવી હોવાથી તમામના RT-PCR ટેસ્ટ કરવામાં અવાના હતા. ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

RT-PCR ટેસ્ટની કામગીરી દરમ્યાન પેસેન્જરોને હાલાકી ન થાય તે માટે ટર્મિનલ બિલ્ડિંગમાં જ તમામ માટે ચા-નાસ્તાની સાથે બપોરના લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. AMC ની આરોગ્ય વિભાગની ટીમ તેમજ અમદાવાદ DDO એરપોર્ટમાં પહોંચી ગઈ હતી.

આ પણ જુઓ : કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે મકાન જમીન દોસ્ત ,એકનું મોત

246 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સરકારના નિર્ણય બાદ બ્રિટનથી આવેલી આ છેલ્લી ફ્લાઈટ હતી. જે મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો તેને 7 દિવસ માટે કવોરન્ટાઇનમાં રવેનું કહીને જવા દેવામાં આવશે. જો ટેસ્ટ પોઝિટિવ આવશે તો મુસાફરોને ક્વોરન્ટાઇન કરીને સારવાર માટે મોકલવામાં આવશે.  

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024