NSUI
NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા)ના સંયુક્ત સચિવ રુચિ ગુપ્તાએ પોતાના હોદ્દાનું રાજીનામું આપી દીધું. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના અસંતુષ્ટ મનાતા નેતાઓને મનાવવા પોતાના ઘરે બેઠક યોજી છે.
કોંગ્રેસના 23 સિનિયર નેતાઓએ ઑગષ્ટમાં સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષની આંતરિક ચૂંટણી અને કાયમી અધ્યક્ષ વિશે સવાલો ઊઠાવ્યા હતા. આજે એ પત્રલેખકો સાથે સોનિયા ગાંધી બેઠક યોજી રહ્યા છે ત્યારે રુચિ ગુપ્તાએ રાજીનામું આપ્યું એ સૂચક છે.
આ પણ જુઓ : ભારતમાં ઓક્સફર્ડની કોરોની રસીના 5 કરોડ ડૉઝ તૈયાર
NSUIના પદાધિકારીઓને વ્હૉટ્સ એપ મેસેજ દ્વારા રાજીનામું આપતાં રુચિએ લખ્યું કે તમે સૌ જાણો છો કે છેલ્લા કેટલાય મહિનાથી NSUIના આંતરિક સંગઠનમાં ફેરફારો અનિવાર્ય બન્યા છે પરંતુ એ ફેરફારો કરવામાં બિનજરૂરી વિલંબ થઇ રહ્યો છે. વારંવાર કોંગ્રેસ અધ્યક્ષ સુધી આ વાત લઇ જવી મને યોગ્ય લાગતી નથી એટલે હું રાજીનામું આપી રહી છું. રુચિએ પણ સવાલો ઊઠાવ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.