ભારત રત્ન પૂર્વ નાયબ વડાપ્રધાનશ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪ મી જન્મજયંતિ નિમિત્તે પાટણ બગવાડા દરવાજા પાસે રન ફોર યુનિટી કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટના કેબીનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને સરદાર પટેલના બાવલાને માલ્યાર્પણ કરી રન ફોર યુનિટીની એકતા દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, આપણા લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું જે સપનું હતું કે ભારત દેશ અખંડીત રહે, સમગ્ર દેશની એકતા જળવાય રહે, આ દેશ એક ભારત બને શ્રેષ્ઠ ભારત બને તેવી નેમ વ્યકત કરી હતી. જેને અભ્યારે આપણા માન.પ્રધાનમંત્રીશ્રી નેમ પુરી કરવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
આ કાર્યક્રમમાં સરસ્વતી તાલુકાના મહાદેવપુરા શાળાની વિદ્યાર્થીનીઓ નેશનલ લેવલે અન્ડર સેવન્ટી ફૂટ બોલમાં વિજેતા થયેલ હોય તેમને મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર તથા મહાનુભાવોના હસ્તે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ એકતાના સપથ લેવડાવવામાં આવ્યા હતા. આ એકતા દોડ બગવાડા દરવાજાથી પ્રસ્થાન કરી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ (રેલ્વે સ્ટેશન) થી ગોળ સર્કલ ફરી બગવાડા દરવાજા સરદાર વલ્લભભાઈ પટેલના બાવલા પાસે રેલીને પૂર્ણ કરવામાં આવી હતી. તથા દોડમાં ભાગ લીધેલ દોડવીરોએ એકતા દિવાલપર હાથના થાપા લગાવ્યા હતા. પ્રસંગની આભાર વિધી જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્ર પટેલે કરી હતી.

આ એકતા દોડમાં સંઘઠનના કે.સી.પટેલ, મોહનભાઇ પટેલ, જિલ્લા પોલીસવડાશ્રી અક્ષયરાજ મકવાણા, અધિક કલેકટરશ્રી બી.જી.પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાંત અધિકારીશ્રી ખેર, દશરથજી ઠાકોર, મનોજભાઇ પટેલ, ભાવેશભાઇ પટેલ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, જુદી જુદી સંસ્થાઓના ખેલાડીઓ, પોલીસના જવાનો, હોમગાર્ડઝના જવાનો તેમજ વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.