Sputnik V
રશિયાની સ્પુતનિક રસી(Sputnik V) ચર્ચામાં છે. ભારતમાં પણ સ્પુતનિકની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આ રસી અંગે રશિયાએ ગત મહિને કહ્યું હતું કે ‘સ્પુતનિક વી’ રસી ટ્રાયલ દરમિયાન 92% કારગર જોવા મળી હતી.
રશિયાની ન્યૂઝ એજન્સી ‘તાસ’ ના જણાવ્યાં મુજબ સ્પુતનિક રસી બનાવનારી ટીમમાંથી પ્રમુખ નિર્માતા એલેક્ઝાન્ડર ગેન્સબર્ગેનું કહેવું છે કે અત્યાર સુધી જેટલી પણ ટ્રાયલ થઈ તેનાથી જાણવા મળ્યું છે કે આ રસી બે વર્ષ કે તેનાથી વધુ સમય સુધી સુરક્ષા પ્રદાન કરી શકે છે.
આ પણ જુઓ : 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત
મહારાષ્ટ્રમાં પુણેની નોબલ હોસ્પિટલમાં ગત અઠવાડિયે હ્યુમન ટ્રાયલ હેઠળ 17 વોલિન્ટિયર્સને રશિયાની સ્પુતનિક કોરોના રસી આપવામાં આવી હતી. નોબલ હોસ્પિટલના ડાઈરેક્ટર ડો.રાઉતે જણાવ્યું હતું કે કુલ 17 વોલિન્ટિયર્સને રસી આપવામાં આવી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.