સાબરકાંઠા : ભાજપ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત બેઠક યોજાઇ

Sabarkantha

Sabarkantha

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા-શહેર ભાજપ કાર્યકરો ની બેઠક યોજાઇ હતી જેમાં સાંસદ પરબતભાઇ પટેલ , ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , જિલ્લા પ્રભારી દુષ્યંતભાઇ પંડયા , જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલ , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ સહિત ભાજપ કાર્યકરો ભાજપ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંતર્ગત પક્ષના તમામ મોરર્ચા તથા તમામ વિભાગોની અલગ અલગ બેઠકનું આયોજન કરી પક્ષના આગેવાનો દ્વારા કાર્યકરો-હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવે છે. જે અંંતર્ગત પ્રાંતિજ શહેર-તાલુકા ભાજપ દ્વારા બ્રૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રદેશના ચુંટણી પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા તથા પૂર્વ મંત્રી અને સાંસદ પરબતભાઈ પટેલ તથા જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલે અગ્રણી આગેવાનોને સંબોધ્યા હતા.

આ પણ જુઓ : ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળતા સરકારે લીધો મોટો નિર્ણય

આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, વી.ડી.ઝાલા,સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ , જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા , ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઇ પટેલ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા , નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હિંમતનગર નગરપાલિકાના ચુંટણી ઇનચાર્જ નિરવભાઇ પરીખ , હિતેશભાઈ પટેલ વગેરે અનેક આગેવાનો ઉપસ્થિત રહી અન્ય બેઠકોમાં પણ મહિલા મોરર્ચા, યુવા મોરર્ચા, બક્ષીપંચ મોરર્ચા, મીડીયા-સોશ્યલ મીડીયા વગેરે અન્ય મોરર્ચાઓની બેઠકમાં પણ ચુંટણીલક્ષી તથા પેજ પ્રમુખ, પેજ કમીટી, શક્તિ કેન્દ્રો વિશેની ચર્ચા કરવામાં આવેલ. તેમજ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , બળવંતભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here