સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોભા દુધ મંડળીમાં તસ્કરો ત્રાટક્યા હતા.
રાત્રીના સમયે બોભા દુધ મંડળી ની જાળી નું તાળું તોડી તસ્કરો એ અંદર પ્રવેશ કરી ર૦ લાખના ફિકસ ડિપોઝિટના સર્ટી તેમજ ૩ર,૬ર૭ ની રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
તો સિક્કા-લેટરપેડ સહિતની ચોરી કરી કાગળો રફેદફે કરી નાખ્યા હતા. રાત્રી દરમ્યાન થયેલી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.
આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરાતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તસ્કરોનું પગેરુ શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.