sachin dixit gandhingar case

પેથાપુરમાં (Pethapur) બાળકનું અપહણ કરીને તરછોડવાના કેસમાં તથા તેની માતાની હત્યાના ગુનામાં પકડાયેલા સચિન દીક્ષિતના (Sachin Dixit) કેસમાં નવા-નવા ખુલાસા. ગાંધીનગર પોલીસ દ્વારા તેને ગઈકાલે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે કઈ રીતે તેની કાર ઓળખી લીધી તે દિશામાં કેટલાક મહત્વના ખુલાસા થયા છે.

ગાંધીનગર LCB પોલીસને પેથાપુર ગૌશાળા પાસેથી બાળક મળ્યાની વિગતો સામે આવ્યા બાદ એસપી મયુર ચાવડા અને એલસીનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. ગૌશાળા વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા ટ્રાફિક નહીં હોવા છતાં એક કાર ધીમી ગતિએ જતી દેખાઈ રહી હતી. આ પછી પોલીસને શંકા જતા કારનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ સામે આવ્યા હતા.

કારની બ્રેક લાઈટ ત્રણ ફૂટ ઊંચી હતી અને હાઈરિઝોલ્યુશન કેમેરામાં જ્યારે કારને ચેક કરવામાં આવી ત્યારે તેમાં બાજુની સીટમાં નાનું બાળક બેઠું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ કારને ફોલો કરીને અન્ય સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા તો તેમાં પણ કાર ટ્રાફિક ના હોવા છતાં ધીમી ગતિએ જતી જોવા મળી હતી. આ પછી કારના નંબર પરથી વધારે તપાસ કરવામાં આવી હતી, જે બાદ મળેલા સરનામાના આધારે સેક્ટર-26માં આવેલા ગ્રીનસિટીમાં કાર પાર્ક કરેલી મળી આવી હતી. આ કારમાં નાના બાળકનું બૂટ પણ દેખાતા શંકા વધારે પ્રબળ બની હતી.

આ તપાસને આગળ ધપાવતા પોલીસ સચિન દીક્ષિત સુધી પહોંચી ગઈ હતી. જે બાદ તેને રાજસ્થાનના કોટાથી ગાંધીનગર લાવીને પૂછપરછ કરતા તેણે બાળક તરછોડવાની સાથે પ્રેમિકા હિના ઉર્ફે મહેંદી પેથાણીની હત્યા કર્યાનો ખુલાસો કર્યા હતો. જોકે, પોલીસ હજુ તેના ડીએનએ રિપોર્ટ્સના આધારે એ જાણવાની કોશિશ કરી રહી છે કે તરછોડવામાં આવેલું બાળક હિના અને સચિનનું જ છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024