પાલનપુરની મધ્યમાં આવેલ ગુરુનાનક ચોક કે જ્યાં શહેરનો મુખ્ય રાહદારી માર્ગ છે. જ્યાં દિવસના અનેકોલોકો પસાર થતા હોય છે. ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીના ૪ મહિના આ માર્ગમાંથી પસાર થતા રાહદારીઓ પોતાની તરસ છીપાવવા માટે આમ તેમ દુકાનોમાં વલખા મારવા પડે છે અથવા તો મોંઘી એવી ૧૦ થી ૨૦ રૂપિયાની પાણીની બોટલ ખરીદ કરવી પડે છે.
જેની સામે ગુરુનાનક ચોકમાં શુદ્ધ મિનરલ પાણીની પરબ કરતા લોકોને નિઃશુલ્ક પાણી પીવા મળી રહે છે.ઉનાળાની સિઝનમાં દરરોજના ૫૦ કેરબા એટલે કે ૧૦૦૦(એક હજાર) લીટર પાણી દિવસના ૨૫૦૦ થી ૩૦૦૦ લોકો પીને પોતાની તરસ મીટાવે છે. આ પરબ ચાર માસ સુધી જ્યાં સુધી વરસાદ ના આવે અને ગરમીનો પ્રકોપ ઓછો ના થાય ત્યાં સુધી નિરંતર ચલાવવામાં આવે છે. આજ રોજ આ પાણીની પરબની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
પરબના લોકાર્પણ પ્રસંગે આજ રોજ સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટના સંયોજક હરેશભાઈ ચૌધરી પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાવલ નગરપાલિકાના સદસ્ય જાગૃતીબેન મહેતા સામાજિક કાર્યકર્તા પ્રિયંકા ચૌહાણ સદ્ભાવના ગ્રુપના સૌ મિત્રો તથા ખાસ પરબનું ઉદઘાટન જનસંઘના બે જુના કાર્યકર્તાઓ વડીલ કમલેશભાઈ દવે અને પિનાકીનભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું હતું.