સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા “ઠંડી અમને પણ લાગે” છે. અભિયાન અંતર્ગત જરૂરિયાત મંદ બાળકોને શિયાળાની ઋતુમાં સ્વેટર અને ખુલ્લા પગે ફરતા બાળકોને પગમાં સ્લીપર વિતરણ તથા શૈક્ષણિક કીટ વિતરણનું અભિયાન હાલમાં ચલાવવામાં આવી રહ્યું છે. જે અભિયાન અમીરગઢ અને દાંતાના અતિ અંતરિયાળ વિસ્તરમાં આવેલ શાળાઓમાં જઈને તેનો યોગ્ય સર્વે કરીને શાળાના બાળકોને આ કીટ વિતરણ કરવામાં આવી રહી છે.
જે અભિયાન અંતર્ગત આજ રોજ અમીરગઢ તાલુકાની વેકરાફળી અને ખોખરા ફળી ગામની શાળાના તમામ બાળકોને સ્વેટર અને પગમાં પહેરવા સ્લીપર તથા નોટ ચોપડા પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણ કરતા પહેલા બાળકોને જોતા તમામ બાળકો ખુલ્લા પગે તેમજ આવી શિયાળાની ઠંડીમાં ફાટેલા કપડે શાળામાં અભ્યાસ અર્થે આવતા હતા. સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આ બાળકોને કીટ વિતરણ કરતા ખુશ ખુશાલ થઇ ને સ્વેટર તેમજ ચપ્પલ પહેરીને દરરોજ શાળાએ આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટ છેલ્લા ૭ વર્ષથી અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનું અભિયાન ચલાવી રહ્યું છે ભવિષ્યમાં પણ આજ રીતે જરૂરીયાતમંદ બાળકોને એમના શિક્ષણમાં સહાયક થઇ મદદરૂપ થવામાં આવશે જે સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
આજ રોજ આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય ભાઈ પરમાર, સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટ ના ચેરમેન હરેશભાઈ ચૌધરી, હિતેન્દ્રભાઇ મહિન્દ્રા, ભાગળ ગામના યુવા સરપંચ અનિલ પટેલ, હાર્દિક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.