જમ્મુ-કાશ્મીરમા અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જેમાં પુલવામા હુમલો કરવા માટે પોતાની ગાડી આપનારો આતંકી પણ સામેલ હતો. સુરક્ષાબળ છેલ્લા ઘણાં સમયથી તેની શોધખોળમાં લાગ્યા હતા. આ ઉપરાંત પુલવામામાં IED બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડને પણ ઠાર મારવામાં આવ્યો છે. સુરક્ષાબળોનો દાવો છે કે આ પુલવામા હુમલામાં સામેલ અંતિમ આતંકી છે જેને ઠાર મરાયો છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મંગળવાર સવારે સુરક્ષાબળોને હાથ મોટી સફળતા લાગી છે. પુલવામા આતંકી હુમલાના મુખ્ય ષડયંત્રકર્તાઓમાંથી એક અને જૈશ કમાન્ડર સજ્જાદ ભટને સુરક્ષાબળોએ અથડામણમાં ઠાર કરી દીધો છે. આ સિવાય આ એનકાઉન્ટરમાં એક અન્ય આતંકી પણ ઠાર થયો છે. જો કે સેનાના એક જવાન પણ આ ઓપરેશનમાં શહીદ થયા છે. સુરક્ષાબળે વિસ્તારને ઘેરી લીધો છે.

સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંગળવારે સવારે અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી સજ્જાદ બટને ઠાર માર્યો હતો. સજ્જાદ બટની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા CRPFના કાફલા પર હુમલામાં કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સેનાએ વધુ એક આતંકીને ઠાર માર્યો હતો. ઠાર મરાયેલો આતંકી ગત સોમવારે એટલે કે 17 જૂને પુલવામામાં સેનાની ગાડીમાં થયેલા IED બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. સુરક્ષાબળો તરફથી પુલવામા અને અનંતનાગમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલો જમ્મુ કાશ્મીરનો સૌથી ભયાનક હુમલો હતો જેમાં 200 કિલો વિસ્ફોટક ભરેલી ગાડીને CRPFની એક બસ સાથે અથડાવવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

કોણ છે સજ્જાદ ભટ

પુલવામા આતંકી હુમલા બાદ NIAએ ભટ અંગે ખુલાસો કર્યો હતો. ભટે હુમલાના 10 દિવસ પહેલાં જ આ મારૂતિ ઇકો કાર ખરીદી હતી. ભટ દક્ષિણ કાશ્મીરના બિજેહરાનો રહેવાસી હતો. આ વિસ્તાર આતંકી સંગઠન જૈશનો ગઢ મનાય છે. ભટ એ દેવબંદી મદરેસા સિરાજ-ઉલ-ઉલમથી અભ્યાસ કર્યો હતો. ભટના માતા ત્રાલના રહેવાસી છે. આતંકવાદી બુરહાન વાની પણ ત્રાલના રહેવાસી હતા. ભટના માતા-પિતાએ કથિત રીતે બુરહાનના ઠાર થયા બાદ થયેલી હિંસામાં ભાગ લીધો હતો. ભટની ઓળખ જૈશના આત્મઘાતી હુમલાખોર તરીકે થઇ હતી. તેની 2018મા ધરપકડ પણ કરાઇ હતી જ્યારે ભટના પિતાને 2017મા પકડવામાં આવ્યા હતા.

ભટને વેચ્યા પહેલાં 7 વખત વેચાઇ હતી ગાડી 

NIAએ કહ્યું હતું કે આ ગાડીનો ચેસિસ નંબર MA3ERLF1SOO183735 અને એન્જિન નંબર G12BN164140 હતો. જલીલ એ આ કાર વર્ષ 2011માં ખરીદી હતી. ત્યારબાદ આ કાર સાત વખત વેચાઇ અને અંતમાં સજ્જાદ એ તેને ખરીદી હતી.

પુલવામા હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા 

આપને જણાવી દઇએ કે પુલવામામાં આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓએ સીઆરપીએફના એક કાફલાને નિશાન બનાવ્યું. આતંકીઓએ સીઆરપીએફના કાફલામાં સામેલ એક વાહનને ઉડાવી દીધું હતું. આ કાયરતાભર્યા હુમલામાં 40 સુરક્ષાકર્મી શહીદ થયા હતા. આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં સીઆરપીએફના કાફલાને કાર બોમ્બથી ઉડાવાનું ષડયંત્ર રચ્યું હતું. જો કે આતંકી હુમલામાં સફળ થયા નહોતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024