Salman Khan

Salman Khan

સલમાન ખાન (Salman Khan) અને કેટરિના કૈફની જોડી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળવાની છે. ટાઇગર ફિલ્મની ત્રીજી ફ્રેન્ચાઇઝી બનવાની તૈયારી થઇ ગઇ છે. આ ફિલ્મને ત્રણ શેડયુલમાં શૂટ કરવાની છે. આ ફિલ્મનુ શૂટિગ માર્ચ 2021 થી શરૂ કરવાની યોજના છે.  

આ ફિલ્મનું દિગ્દર્શન મનીષ શર્મા કરવાના છે. ટાઇગરના પહેલા ભાગને કબીર ખાન અને બીજા ભાગ ટાઇગર જિન્દા હૈને અલી અબ્બાસ ઝફરે ડાયરેકટ કર્યું હતું. 

આ પણ જુઓ : માઇક્લ જેકસનની કેલિફોર્નિયા સ્થિત નેવરલેન્ડ રેન્ચ રૂ.161 કરોડમાં વેંચાઇ

મળતી માહિત મુજબ આ ફિલ્મનો પ્રથમ શેડયુલ મુંબઇમાં જ પૂરો કરવામાં આવશે. હાલ સલમાન ખાન બિગ બોસના શૂટિંગમાં અને કેટરિના ફોન ભૂતના શૂટિંગમાં વ્યસ્ત છે. મુંબઇનું શેડયુલ માર્ચ 2021 માં પુરુ કરીને ટીમ બીજા શેડયુલના શૂટિગ માટે મિડલ ઇસ્ટ માટે રવાના થશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.