સલમાન ખાન બની ગયો પિતા, બોલિવૂડથી આવ્યા સમાચાર.
- સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ એલિજિબલ બેચલર છે. 53 વર્ષના સલમાન ખાન લગ્ન ક્યારે કરશે, આ સવાલ વર્ષોથી તેના ચાહકો તેને પૂંછી રહ્યા છે. તમામ લોકો સલમાન ખાનનાં લગ્નની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દર વર્ષે સલમાન ખાન લગ્નનાં સવાલ પર ગોલમટોળ જવાબ આપીને વાતને ટાળી નાંખે છે. લગ્નનો નિર્ણય લેવામાં ભલે સલમાનને સમય લાગી રહ્યો હોય પરંતુ તે પિતા બનવાનું વિચારી રહ્યો છે.
- એક સમાચાર પત્રની રિપોર્ટના સૂત્રના અહેવાલ અનુસાર, સલમાન ખાન સરોગેસી દ્વારા પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ વાત કોઇનાથી સંતાઇને રહી નથી કે, સલમાન ખાનને બાળકો કેટલા પસંદ છે. બાળકો માટે તેનો પ્રેમ ઘણીવાર જોવા મળ્યો છે.

- સૂત્રના અહેવાલ અનુસાર , સલમાન ખાન અત્યારે પણ લગ્ન માટે તૈયાર નથી. આવામાં સલમાન ખાન પિતા બનવા માટે સરોગેસીનો રસ્તો અપનાવી રહ્યો છે. જણાવી દઇએ કે, સલમાન ખાન પહેલા શાહરૂખ ખાન, આમિર ખાન, કરણ જોહર, એક્તા કપૂર, તુષાર કપૂર અને સની લિયોની સરોગેસી દ્વારા પેરેન્ટસ બની ચૂક્યા છે.
- સલમાન ખાનની એક્સ ગર્લફ્રેંડ કટરિના કૈફ અને ઐશ્વર્યા રાય સંગ લગ્નને લઇ ગંભીર હતા. પરંતુ બંન્ને સાથે તેનો સંબંધનો એક નબળા વળાંક આવી સમાપ્ત થઇ ગયો. હવે સલમાન ખાન યૂલિયા વંતૂર સાથે રિલેશનમાં છે. બંન્નેનાં લગ્ન કરવાની ખબરો પણ આવી રહી છે. પરંતુ સલમાન-યૂલિયાએ આવી ખબરોનું ખંડન કર્યું છે.

- એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને લગ્નનાં સવાલ પર મજાકીયા અંદાજમાં કહ્યું હતું,”હું ખુબ જ સારો દીકરો છું અને સારો પિતા પણ બની શકું છું. પરંતુ કદાચ હું એક સારો પિતા નહી બની શકું.” સલમાનની સંગીતા બિજલાની, સોમી અલી, કેટરિના કૈફ અને ઐશ્વર્યા રાય સાથે સંબંધ રહ્યા છે.
- સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનાં દીકરા આહિલ સંગ સલમાન ખાનની બોન્ડીંગ જગજાહેર છે. તે આહિલને ખુબ જ પ્રેમ કરે છે. આહિલ સાથે રમતા સલમાન ખાનનાં ઘણા વીડિયો સોશિયલ મીડિયમાં વાઇરલ થયા છે.