હવે આટલા વર્ષો પછી સલમાન ખાનનાં લગ્નની ચર્ચાઓ વાયરલ થઇ રહી છે. સલમાન ખાનનાં લગ્નને લઇને હંમેશા પ્રશ્નો કરવામાં આવતા હોય છે અને તેના ફેન્સ પણ સલમાનનાં લગ્નની રાહ જોઇ રહ્યા છે. જો કે હવે સમાચાર છે કે સલમાન ખાન કેટરીના કૈફ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. જો કે આ લગ્ન રીયલ લાઇફમાં નહીં, પરંતુ રીલ લાઇફમાં હશે. જી, હા સલમાન ખાન કેટરીના કૈફ સાથે ‘ભારત’ ફિલ્મમાં લગ્ન કરશે. આ ફિલ્મની સલમાન ખાન અને કેટરીના કૈફનાં લગ્નની સીક્વેંસ શૂટ કરવામાં આવશે. આ ફિલ્મમાં બંનેનાં લગ્નનો સીન જલ્દી શૂટ થવા જઇ રહ્યો છે.

લગ્નની શૂટિંગ સાથે એક ગીત પણ છે. આ ગીતને વૈભવી મર્ચેંટે કૉરિયોગ્રાફ કર્યું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર સેટ પર લગ્નનો સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ફૂલોથી સેટને ડેકોરેટ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં આ સલમાન અને કેટરીનાનું બીજુ ગીત હશે. આ પહેલા એક ગીત માલ્ટામાં શૂટ કરવામાં આવ્યું હતુ. બંને આજકાલ ઘણા જ વ્યસ્ત છે. સલમાનની આ સીક્વેંસને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડવામાં આવી નથી. સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ ઈદનાં અવસર પર રીલીઝ થશે. ફિલ્મમાં કેટરીના કૈફ લીડ રૉલમાં છે.

કેટલાક દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર સામે આવ્યું હતુ. દર્શકોએ ફિલ્મનાં ટીઝરને ઘણું જ પસંદ કર્યું છે. ફિલ્મમાં સલમાન 20 વર્ષથી લઇને 73 વર્ષ સુધીનાં અલગ અલગ લૂકમાં જોવા મળશે. ટીઝરમાં પણ આની એક ઝલક જોવા મળી છે. ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરી રહ્યા છે.