પાટણ જિલ્લા ના સમી તાલુકાના વરાણા ગામ પાસે શુક્રવારની બપોરે સીએનજી ગેસ કીટ વાળી ગાડીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડીમાં સવાર ચાલકનું ભડથુ થઇ જવા પામ્યું હતું.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામના પાટિયા પાસે વાવલ પુલ નજીક થી શુક્રવારની બપોરના સુમારે પસાર થઈ રહેલ સીએનજી કીટ વાળી ગાડી માં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડી ચાલક વરાણા ગામના રમેશભાઈ જેઠાભાઇસિઘવ નામના વ્યિક્ત ગાડીમાં જ સળગીને ભડથું થઈ જવા પામ્યા હતા.
ઉપરોક્ત બનાવની જાણ સમી પોલીસને કરાતા સમી પોલીસે ઘટનાસ્થળે આવી ગાડી માં લાગેલી આગને અિગ્નશામક યંત્ર થી આેલવી ગાડીમાં ભસ્મીભૂત બનેલા રણજીતિસહસિઘવની લાશનું પંચનામું કરી પીએમ અર્થે સમી રેફરલ હોિસ્પટલ ખાતે ખસેડવામાં આવી હતી.