Sanjay Leela Bhansali

Sanjay Leela Bhansali

સંજય લીલા ભણશાલી (Sanjay Leela Bhansali) હીરા મંડી ફિલ્મ બિગ સ્કેલ પર બનાવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય પાત્રમાં જોવા મળશે. સંજય લીલા ભણશાલી સ્વયં જ આ ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન ભણશાલીના સહાયક જેણે ગુજારિશનું દિગ્દર્શન કર્યું હતુ ંતે વિભુ પુરી કરવાનો છે.

ઉપરાંત આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય બચ્ચન, પરિણીતિ ચોપરા, વિદ્યા બાલન અને મનીષા કોઇરાલાના નામ પણ બોલાઇ રહ્યા છે.  ભણશાલીએ આ ફિલ્મ માટે નેટફિલ્કસ સાથે હાથ મેળવ્યો છે. આ પીરિયડ ડ્રામાને તે વેબ ફિલ્મ તરીકે બનાવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હજી સુધી તેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. આ વરસના ત્રણ મહિના સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મની વાર્તા લાહોર શહેરના એક રેડ લાઇટ એરિયાની મહિલાઓની સ્થિતિ પર આધારિત છે.