jangral

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે રહેતી યુવતીના પરિચયમાં આવેલ શંખેશ્વર તાલુકાના કુવારદ ગામના યુવાને પ્રેમ સંબંધ બનાવી લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ કેળવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને બિભત્સ ફોટા પાડી ‘જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આ ફોટા વાયરલ કરી નાખીશ’ તેવી ધમકી આપી અપહરણ કરી લઈ ગયો હતો. તેમજ લગ્ન થયા હોય તેવા સોગંદનામાં પણ કર્યા હતા. આ મામલામાં આરોપી અને મદદગારી કરનાર 5 શખ્સ સહિત છ જણા સામે યુવતીએ વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ​​​​​​​જંગરાલ ગામે રહેતી અને અભ્યાસ કરતી યુવતીને તેના પરિચયમાં આવેલ શંખેશ્વર તાલુકાના કુવારદ ગામના વૈરાગી (ગોસ્વામી ) મયંકપુરી વૈકુંઠપુરીએ વિશ્વાસમાં લઈ લગ્ન કરવાની લાલચ આપી અવાર-નવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરીને મોબાઇલમાં યુવતીના બિભત્સ ફોટા પાડી લીધા હતા. આ પછી ‘જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આ ફોટા વાયરલ કરી નાખીશ’ તેવી ધમકી આપી હતી.

ત્યારબાદ મયંક લગ્ન કરવાના ઇરાદે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ બપોરે જંગરાલથી સગીરાને કારમાં અપહરણ કરી લઈ ગયો હતો અને બીજા પાંચ શખ્સોની મદદથી લગ્ન કર્યા હોવાના સોગંદનામાં તૈયાર કરાવ્યા હતા.

આ પણ વાંચો:

પાટણ: ચાણસ્માના જસલપુર અને સરસ્વતી તાલુકાના ચારૂપ ગામની‎ બે સગીરાઓનું થયું અપહરણ‎

પાટણ શહેર ની યશ ટાઉનશીપ માં બે પડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

આ અંગે યુવતીએ વાગડોદ પોલીસમાં મુખ્ય આરોપી વૈરાગી (ગોસ્વામી ) મયંકપુરી વૈકુંઠપુરી, અને મદદગારી કરનાર વૈકુંઠ પુરી , ભાવનાબેન , દર્શનપુરી રહે તમામ કુવારદ તા.શંખેશ્વર, ચૌધરી પિયુષભાઈ ઘેમરભાઈ રહે. દેથળી અને સાધુ લવકુમાર અજીતભાઈ રહે.શંખેશ્વર સામે IPC કલમ 366, 376 ( 2) (n), 507, 114 મુજબ ગુનો નોંધાવ્યો હતો. તપાસ અધિકારી પીએસઆઇ પી.એસ.ચૌધરીએ જણાવ્યું હતું કે યુવતીનું મેડિકલ ચેકઅપ સહિતની તજવીજ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024