સાંતલપુર : વિદ્યુત બોર્ડની બેદરકારી સામે આવી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વિધુત બોર્ડ ની બેદરકારી સામે આવી છે. છેલ્લા ર૦ દિવસ થી વીજપોલ તૂટી ગયેલ હોવા છતાં વીજપોલ માંથી લાઈટ પસાર થઈ રહી છે.ત્યારે હાલમાં પવન સાથે વરસાદી વાતાવરણના કારણે વીજ પોલ પડી જવાની સંભાવનાઆે સેવાઈ રહી છે. જો આ ચાલુ વીજપોલ પડશે અને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે? એ પણ સવાલો ઉભા થવા પામ્યો છે.

આ બાબતે સ્થાનિકો દ્વારા વિધુત બોર્ડ ને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે તેમ છતાં વીજકર્મીઆે દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આમ પાટણ પંથકમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ વિજકર્મીઆેની આળસને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here