પાટણ – PATAN
પાટણ શહેરના રેલ્વે ગરનાળાની બહાર આવેલ ઉપેન્દ્ર વકીલની ચાલીમાંથી માલીકીની જગ્યામાંથી સ્થાનીક લોકો અવર જવર કરતા હતાં.
ત્યારે આ માલીકીના ૧૪૬ ના ફાઈનલ પ્લોટમાં જમીન માલીક દવારા કોમ્પલેક્ષા ઉભું કરવામાં આવતાં અને આજુ બાજુ અસામાજીક તત્વોના ત્રાસ ને નાથવા તેઓ દવારા પોતાની માલીકીનો અવર જવરનો રસ્તો બંધ કરી દેતાં, સ્થાનીક લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી.
ત્યારે હર્ષદ ઠકકર દવારા આ અંગેની સરકારમાં રજુઆત કરતા, ચીફ ઓફીસરને છાપરા વાળાના કાયદેસરનો રસ્તો ખુલ્લો કરવા આદેશ કરાયા હતા. ત્યારે તુલસી હોટલ વાળાએ વર્ષોથી સરકારી જમીનમાં દબાણ કરી કોટ બનાવી દીધો હતો.
જેને આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફીસરના હુકમથી એસ.આઈ. અને પોલીસની સુરક્ષા વચ્ચે દબાણ કરાયેલ કોટને દુર કરવામાં આવ્યો હતો. ત્યારે હર્ષદ ઠકકરે પોતાની જમીન માલીકી ની જગ્યામાં સરકારી જમીનમાં થયેલ દબાણને ખુલ્લુ કરવામાં આવતા, અસામાજીક તત્વો નો ત્રાસ ઓછો થવાનું જણાવી પાલિકાના ચીફ ઓફીસર અને પોલીસની કામગીરીને બીરદાવી હતી.
તો સ્થાનીક મહીલાએ છાપરાઓમાં થતા દુષણોને લઈ કંઈક આ રીતે પોતાનો બળાપો વ્યકત કર્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.