સરપંચની ચૂંટણીની અદાવત રાખીને હુમલો કરાયાનો આક્ષેપ
ભરડવા ગામના ક્રિષ્નાબેન રાજપૂત સરપંચની ચૂંટણીમાં ઉભા હતા. ત્યારે સરપચંની ચૂંટણીમાં 181 મતે ક્રિષ્નાબેનનો વિજય થયો હતો. જેનું મનદુ:ખ રાખી સામા પક્ષના ટોળાએ રવિવારે રાત્રે મહિલા સરપંચના ઘર ઉપર ધોકા અને હથિયારો સાથે હુમલો કર્યો હતો .
સરપંચ દ્વારા સુઇગામ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને હુમલાખોર ટોળાને ખસેડયું હતું. જયારે સમગ્ર ઘટના સરપંચના ઘરે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
મહિલા સરપંચના ઘરે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાયો
ભરડવા ગામના સરપંચ દ્વારા હુમલાખોરો વિરુદ્ધ સુઇગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.