- રાજકોટના રવીરતન પાર્ક પાસે આવેલ લકી રેસ્ટોરન્ટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પાંચ થી વધુ ફાયર બ્રિગેડના ફાયટરો દ્વારા આગને કાબૂમાં મેળવવામાં આવી હતી.
- ચીફ ફાયર ઓફિસર બી.જે ઠેબાના જણાવ્યા પ્રમાણે ફાયર બ્રિગેડમાં ફોન આવ્યો હતો કે, રવીરતન પાર્ક પાસે આવેલ કન્યા છાત્રાલયની બાજુમાં આવેલ લકી રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આગજનીનો બનાવ સામે આવ્યો છે. જોતજોતામાં લકી રેસ્ટોરન્ટ ની આજુ બાજુની બંને દુકાનો બળીને ખાક થવા પામી હતી તો સાથે જ દુકાનોની ઉપર રહેતા લોકોના એસીના કમ્પ્રેસર પણ બળીને ખાખ થવા પામ્યા હતા. જીઈબી દ્વારા આજુબાજુ ના તમામ વીજ પ્રવાહ રોકી દેવાતા અન્ય કોઈ અનિચ્છનિય ઘટના બની ન હતી.
- કન્યા છાત્રાલયની બાજુમાં લકી રેસ્ટોરન્ટ કાર્યરત છે. આજુબાજુમાં વિદ્યાર્થીઓ પીજીમાં રહેતા હોવાના કારણે જમવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લકી રેસ્ટોરન્ટમાં આવતા હોય છે. ત્યારે આજે રાત્રે વિદ્યાર્થીઓ જમવા માટે આવ્યા હતા આ સમયે લકી રેસ્ટોરન્ટનો એક બાટલો લીક હતો જેના કારણે આગજનીની ઘટના બનવા પામી હતી. જોત જોતામાં એક બાટલો બ્લાસ્ટ થયો હતો. બાટલો બ્લાસ્ટ થતાં આજુબાજુના લોકોને કંઈક ધડાકો થયાનો અવાજ સંભળાયો હતો જેના કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. પટેલ કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓ પણ છાત્રાલયની બહાર દોડી આવી હતી.
- આજુબાજુના રહેવાસીઓનું માનીએ તો લકી રેસ્ટોરન્ટમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટીના સાધનો નથી. જેના કારણે આગ વધુ પ્રમાણમાં ફેલાઈ હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News