Andhra Pradesh

Andhra Pradesh

આંધ્રપ્રદેશ (Andhra Pradesh) માં 2 નવેમ્બરથી સ્કૂલો શરુ કરાઈ છે. એવામાં ચાર જ દિવસમાં 600 બાળકો કોરોના સંક્રમિત આવ્યા છે. એટલુંજ નહિ 830 શિક્ષકો કોરોના પોઝિટિવ થયા છે. ઉત્તરાખંડની વાત કરીએ તો ગઢવાલ જિલ્લામાં જ 20 સ્કૂલોના 80 શિક્ષકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. જેના પગલે અહીંયા સ્કૂલો પાંચ દિવસ માટે ફરી બંધ કરી દેવાઈ છે.

ઓરિસ્સાએ કોરોનાની બીજી લહેરની આશંકાને જોઈને નવેમ્બરમાં સ્કૂલો ખોલવાનો નિર્ણય પાછો લીધો છે. કેન્દ્ર સરકારે તો 21 સપ્ટેમ્બરથી ધો.9 થી 12 માટે સ્કૂલો ખોલવાની છુટ આપી દીધી હતી.

15 ઓક્ટોબરથી તો તમામ ધોરણ માટે સ્કૂલો ખોલવાની ગાઈડલાઈન જાહેર કરી હતી. જોકે કેટલાક રાજ્યોએ સ્કૂલો બંધ રાખવાનુ જ નક્કી કર્યુ છે. દરેક રાજ્ય પોતાની રીતે આ માટે ગાઈડ લાઈન બનાવી રહ્યુ છે.

આ પણ જુઓ : વડોદરા PCB એ બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું

આ ઉપરાંત મહારાષ્ટ્રે પણ 23 નવેમ્બરથી ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે. આ માટે સરકાર ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. જોકે વાલીઓની સંમતિ હશે તો જ સ્કૂલો ખોલવામાં આવશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024