Schools

  • ગુજરાતમાં Schools (સ્કૂલો) શરૂ કરવા અંગે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો ન હોવાનું આ વીડિયો કોન્ફરન્સમાં જણાવાયું છે.
  • કોરોનાના કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.
  • તેના કારણે Schools (સ્કૂલો) શરૂ કરવા અંગે કોઈ પણ રાજ્ય નિર્ણય કરી શકતું નથી.
  • વાલીઓનું વલણ ખૂબ સ્પષ્ટ છે કે હાલમાં બાળકોને સ્કૂલે મોકલવા નથી.
  • સ્કૂલ ખૂલે તો પણ અનેક પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડે તેમ છે.
  • કોરોનાને કારણે ગુજરાત સહિત દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ હાલમાં બંધ છે.
  • તેમજ સ્કૂલો ક્યારથી શરૂ કરવી તે મુદ્દે રાજ્યના પ્રતિનિધિઓ સાથે ૧૫મી જૂલાઈના રોજ કેન્દ્ર સરકારની એક વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
  • જેમાં દેશના ૧૫ રાજ્યોએ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સ્કૂલો શરૂ કરવાની સંભવિત તારીખો જાહેર કરી હતી.
  • કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત કુલ ૩૬ રાજ્યોમાંથી ૨૧ રાજ્યો દ્વારા સ્કૂલ શરૂ કરવા મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી.
  • શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું કે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિમાં હજુ કોઈ સુધાર આવ્યો ન હોવાથી સ્કૂલો શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
  • અનેક મુદ્દાઓ અંગે આ વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા થઈ હતી.
  • જે રાજ્યોએ સ્કૂલ શરૂ કરવા સંભવિત તારીખો આપી હતી તેમની પાસે સલામતિ અંગે શું પ્લાન છે ?
  • તથા તેની ઉઘરાણી કરવામાં આવી હતી. જો કે વીડિયો કોન્ફરન્સમાં શું નિર્ણય લેવાયો તે હજુ સુધી બહાર આવ્યું નથી.
  • સ્કૂલોને ક્યારથી શરૂ કરવી તેનું કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
  • ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા Schools (સ્કૂલો) શરૂ કરવા મુદ્દે દેશભરમાંથી વાલીઓના અભિયાપ્રાય મગાવવામાં આવ્યાં છે.
  • MHRD એ સ્કૂલ શરૂ કરવા અંગે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ત્રણ મહિનાના વિકલ્પ આપ્યાં છે.
  • Schools (સ્કૂલો) ક્યા મહિનાથી શરૂ કરવી યોગ્ય જણાશે તેનો અભિપ્રાય વાલીઓ પાસે માગ્યો છે.
  • આ સિવાય સ્કૂલ શરૂ કરવામાં આવે તો બાળકોની સલામતી માટે સ્કૂલ પાસેથી વાલીઓ કેવી અપેક્ષાઓ ધરાવે છે તે પણ જણાવવાનું કહ્યું છે.
  • તેમજ વાલીઓ પોતાના અભિપ્રાય ઈ-મેઈલ દ્વારા મોકલી શકશે.
આ રાજ્યમાં આ તારીખથી થશે સ્કૂલો ચાલુ
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024