શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દાનેશભાઈ શાહના અથાગ પ્રયત્નથી વિદ્યાલય ના વિધાર્થીઓ તણાવ મુક્ત બોર્ડની પરીક્ષા આપે અને શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે તે માટે મુંબઈથી અજિતભાઈ શાહ મોટીવેશન તજજ્ઞ આજે ભારતની પંદર કોલેજમાં વિઝિટિંગ વ્યાખ્યાન આપે છે તેમજ અઢાર પુસ્તકો પ્રકાશિત થયેલ છે.
મુંબઈ માટે નામચિત તજજ્ઞશ્રીએ વિદ્યાલય ના બાળકો સાથે પરિસંવાદ કર્યો હતો તેમનો વિષય હતો વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળ તકો અને તે માટે તૈયારીઓ સાથે સાથે વિદ્યાર્થીઓ ની સમસ્યાઓ ઉપર બાળકો સાથે વિચારવિમર્શ કર્યો હતો વિદ્યાર્થીઓમાં હકારાત્મક અભિગમ, વિદ્યાર્થીએ કારકિર્દીમાં સુપર પેસલિસ્ટ કઈ રીતે બનવું તેમજ આજે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી પસંદગી રહેલ અને પસંદગી ના વિષયો ને ઓળખો ભવિષ્યમાં આવનાર સુવર્ણ તક ને પણ ઓળખી આ તમામ બાબત માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ વાંચન છે અને ગમતી પ્રવૃત્તિઓમાં પ્રાધાન્ય આપવું જોઈએ સાથે સાથે બાળકો ને વિધાર્થીકાળમાં પડતી મુશ્કેલીઓ અને તેમાં કંઈ રીતે બહાર આવુ તથા બોર્ડ દ્રારા લેવામાં આવતી પરીક્ષાઓ માં સફળતા જીવનમંત્ર બનાવીએ ગમતા વિષયમાં આગળ વધીએ પરીક્ષા ના તણાવથી વિધાર્થીઓ પર પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ની ટેક્નિક પણ શીખવવામાં આવી હતી
ડૉ. બી આર દેસાઈ દ્રારા અજિતભાઈ શાહ નો શાબ્દિક પરિચય અને સ્વગત કરેલ અંતે પ્રશ્નોત્તરી સમય આપેલ અને આભારવિધિ પી.આર. દેસાઈ દ્રારા કરવામાં આવી હતી.
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.