Social Media

  • ગુજરાતમાં પોલીસ અધિકારીઓ હમણાંથી Social Media (સોશિયલ મીડિયા) માં હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરી રહ્યા છે,
  • ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી મનફાવે તે રીતે પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે.
  • પોલીસ કર્મચારીઓ માટે પોલીસ વિભાગે જાહેર કરેલો પરિપત્ર Social Media (સોશિયલ મીડિયા) ના ઉપયોગ અંગે ગાઈડલાઈન્સ બહાર પાડી છે.
  • આમાં કર્મચારીઓને બિનરાજકીય અને બિનસાંપ્રદાયિક રહેવા અપીલ કરાઈ છે.
  • તેમજ સોશિયલ મીડિયામાં પોલીસ અને સરકારની ટીકા કરતી પોસ્ટ ન કરવા જણાવાયું છે.
  • એટલું જ નહીં પરંતુ પોતાની સેવા સંબંધિત ફરિયાદ અંગેની પોસ્ટ પણ કરી શકાશે નહીં.
  • સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યક્તિગત અભિપ્રાયો વ્યક્ત કરવા જ કરી શકશે.
  • હવેથી પોલીસ અધિકારીઓ પોતાની સેવા સંબંધિત ફરિયાદ અંગેની પોસ્ટ પણ કરી શકાશે નહીં.
  • પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, અધિકારીઓએ સોશિયલ મીડિયામાં વ્યક્તિગત અભિપ્રાયો જ વ્યક્ત કરવા, પોલીસ અને સરકારની ટીકા કરતી પોસ્ટ નહી કરી શકે.
  • આ ઉપરાંત સત્તાવાર હેતુ માટે ઉપયોગ થયું હોય તો વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત ન કરવા પરિપત્રમાં જણાવાયું છે.
  • અધિકારીઓએ હવે ખાનગી હેતુ માટે ઉપયોગ થયેલ સોશિયલ મીડિયા (Social Media) માં સ્પષ્ટતા કરવી પડશે કે આ ટિપ્પણી સત્તાવાર નથી.
  • થોડા દિવસ પહેલા ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયા પર થયેલા વિરોધ બાદ પોલીસનો પરિપત્ર જાહેર થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
  • તથા કોઇપણ પોલીસ કર્મીએ સોશિયલ મિડિયા પર તેવી કોઇપણ પોસ્ટ મૂકવી નહીં કે જેથી કરીને જાહેર અધિકારી તરીકે તેમની છબીને નુકશાન થાય કે સરકારી કે પોલીસ વિભાગને બદનામ કરે.
  • આ ઉપરાંત પોતાની રીતે રાજકીય પ્રવૃત્તિથી પ્રેરિત કોઇપણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે કે પોતાના નિવેદન જાહેર નહી કરી શકે.
  • તેમજ જ્યાં કોઇ વોટ્સએપ કે સોશિયલ મિડિયા ગ્રુપ કે પ્લેટફોર્મ પર જાતિ, ધર્મ, રાજકારણ અંગેની ચર્ચા થતી હોય ત્યાં પોતાની રીતે ટીપ્પણી નહીં કરી શકે કે આવા ગૃપના સભ્ય પણ નહીં રહી શકે,
  • માત્ર ગુપ્તચર વિભાગના કર્મીઓ ઉપલા અધિકારીની પરવાનગી સાથે આવા ગૃપમાં રહી શકે છે.
  • આ ઉપરાંત પોતાની સેવામાં મેળવેલી ઉપલબ્ધિ જેવી કે ડિટેક્શન કે અન્ય કોઇપણ બાબત જે તે નિયુક્ત થયેલાં અધિકારીએ જ સોશિયલ મીડિયા પર કરવાની રહેશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024