Labor Hostel

સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડે શ્રમનિકેન યોજના અમલમાં મૂકી. જે અંતર્ગત ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવા ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે. અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોને શ્રમનિકેતન હોસ્ટેલની સુવિધા મળશે. હોસ્ટેલથી શ્રમિકોની રહેવાની સમસ્યાનો ઉકેલ આવશે. ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતનનો આરંભ કરવા માટે સાણંદ GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MoU થયા છે. આ શ્રમયોગી હોસ્ટેલ ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત 7 માળની બનશે અને 4138 સ્કવેર મીટરમાં નિર્માણ પામશે. આ હોસ્ટેલ 10 કરોડના ખર્ચે 28 મહિનામાં PPP ધોરણે બનશે, જેમાં 1 હજારથી વધુ શ્રમિકો રહે તેવી સુવિધા હશે.

જે ઔદ્યોગિક વસાહતોમાં ૧પ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન  ઉભા કરવામાં આવશે. 

દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે. શ્રમયોગીઓના જીવનધોરણને ધ્યાને લેતા તેમની રહેવા માટેની મુશ્કેલી આવી હોસ્ટેલથી મહદઅંશે નિવારી શકાશે. ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતનનો આરંભ કરવા માટે સાણંદ જી.આઇ.ડી.સી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MoU કરાયા. 

First Shram Niketan hostel

શ્રમયોગી હોસ્ટેલની ખાસિયત

  1. આ શ્રમયોગી હોસ્ટેલ ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત 7 માળની બનશે અને 4138 સ્કવેર મીટરમાં નિર્માણ પામશે.
  2. શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર એ મલ્ટીપરપઝ હોલ, ડાઇનીંગ હોલ જેવી અદ્યતન સુવિધા ધરાવતી હોસ્ટેલ હશે.
  3. આ હોસ્ટેલમાં અંદાજે 1 હજાર ઉપરાંત શ્રમયોગીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરાશે.
  4. આ હોસ્ટેલ-શ્રમનિકેતન અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે 28 મહિનામાં પૂર્ણ કરાશે.
  5. સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સહયોગથી નિર્માણ પામશે
  6. એટલું જ નહિ, સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી તથા 4,8,12 અને 24 વ્યક્તિઓ રહી શકે તેવા રૂમ બનાવાશે

શ્રમનિકેતન યોજના માટેના આ એમ.ઓ.યુ પર સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અજીતભાઈ શાહ અને રાજ્ય સરકાર વતી વેલ્ફેર કમિશ્નર દિગંત બ્રહ્મભટે હસ્તાક્ષર કર્યા હતા. આ MoU પર હસ્તાક્ષર થવાના અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. અંજુ શર્મા, લેબર કમિશનર અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા.