Patan

પોલીસ તંત્ર દ્વારા જગદીશ મંદિર પરિસર ખાતે રથયાત્રાને અનુલક્ષીને ટ્રસ્ટી મંડળ સાથે વિચાર વિમર્શ કરાયો..

આગામી ૧લી જુલાઈ ના રોજ પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતેથી નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રાને લઈને શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર અને રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે રથયાત્રાના માર્ગોનું ગુરુવારની સાંજે જિલ્લા પોલીસવડાના આદેશથી પોલીસ તંત્ર દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું.

પાટણના જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રાને લઈને ગુરુવારની સાંજે પાટણ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનાં પોલીસ સ્ટાફ તેમજ એલ.સી.બી,એસ.ઓ.જી પોલીસ ટીમે મંદિર પરિસરની મુલાકાત લઇ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે રથયાત્રાને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી ની નિકળનારી રથયાત્રાના રૂટ નું નિર્દેશન કર્યું હતું.