Shri Sadhi Meladi Mata of Madhav Nagar Patan

પાટણનાં માધવ નગર ખાતે ના શ્રી સધી મેલડી માતાના મંદિર ખાતે ભક્તિ સભર માહોલમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભકતોએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

પાટણ શહેરની માધવ નગર સોસાયટીમાં શ્રી સધી મેલડી માતાનું આદ્યસ્થાન મંદિર આવેલું છે. આ મંદિર પાટણ શહેર સહિત આસપાસના પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભકતો દર્શનાર્થે આવે છે અને પોતાની બાધા-માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે.મંદિરમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

ત્યારે ગતરોજ મંદિર પરિસર ખાતે માતાજીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભકતોએ દશૅન પ્રસાદનો લાભ લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ સહિત અનેક સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંદિર નાં ભુવાજી ગેમરભાઈ દેસાઈએ પાટણના ધારાસભ્ય ડો કીરીટભાઇ પટેલ સહિતના મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરી આવકાર્યા હતા.