Water problem of Radhanpur Satalpur and Sami

પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારો રાધનપુર,સાંતલપુર અને સમી પંથકમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીના પોકાર ઉઠતાં હોય છે દર વર્ષે ઉનાળાની ઋતુમાં સરકાર દ્વારા વિસ્તારના લોકો ને હૈયાધારણા આપી સંતોષ માનતાં હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ આ પંથકમાં પાણીના પોકારો ઉઠતાં રાધનપુર નાં ધારાસભ્ય રધુભાઈ દેસાઈ દ્વારા એક સપ્તાહમા વિસ્તારની પાણી ની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી આપતાં સોમવારના રોજ પ્રાંત કચેરી ખાતે આ વિસ્તારના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત પંથકના આગેવાનો સાથે પ્રાંત દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય સહિતના ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરી વિસ્તારમાં પાણીની સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ ગેર કાયદેસરના પાણીના કનેક્શન મેળવેલા હોય તેવા વ્યક્તિઓના કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કનેક્શન કાપી નાખી દંડાત્મક કાર્યવાહી કરવાની રજૂઆત પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવી હતી.

દર વર્ષે ઉનાળાની સિઝનમાં પાટણ જિલ્લાના છેવાડાના રાધનપુર સાંતલપુર અને સમી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ભારે સમસ્યાઓ સર્જાતી હોય છે દર વર્ષે ગ્રામજનો દ્વારા પાણીની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆતો કરી કચ્છ કેનાલ મારફતે આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ગ્રામજનોને પાણી મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ બાબતે પ્રાંત અધિકારીએ રાધનપુરના ધારાસભ્ય અને આ પંથકના ગ્રામ્ય વિસ્તારોના આગેવાનોને હૈયાધારણા આપી ગેરકાયદેસરના નળ કનેકશન કાપી નાખવા વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી તો સાથે સાથે જે પણ ગ્રામ્ય વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી તેવા વિસ્તારોમાં પાણીના ટેન્કરો માં વધારો કરવા પણ પ્રાંત અધિકારી દ્વારા જે તે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બાબતે રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે સરકાર ને પાણી માટે હાલ વિનંતી કરવામાં આવી છે જો અમારી વિનંતી સરકાર ધ્યાનમાં નહી લે તો આગામી દિવસોમાં પાણી માટે આંદોલન કરતાં પણ અચકાઈશુ નહી તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024