- “બિગ બોસ”ની 13મી સિઝનનો વિનર સિદ્ધાર્થ શુક્લા બન્યો છે. જોકે, સિદ્ધાર્થ શુક્લા વિનર બનતા જ વિવાદ થયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે સિદ્ધાર્થ શુક્લાની જીત પર વિરોધ ઉઠાવ્યો હતો અને મેકર્સ પર બાયસ્ડ હોવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં ‘બિગ બોસ’ની ક્રિએટિવ ટીમમાંથી એક મહિલા કર્મચારીએ સિદ્ધાર્થ શુક્લા વિજેતા બનતા રાજીનામુ આપી દીધું હતું.
- ટ્વિટર પર સિદ્ધાર્થ શુક્લા વિરુદ્ધ અભિયાન:
- ટોપ 2માં સિદ્ધાર્થ શુક્લા તથા અસીમ રિયાઝ હતાં. સલમાન ખાને જ્યારે સિદ્ધાર્થ શુક્લાના નામની જાહેરાત કરી તો ટ્વિટર પર સિદ્ધાર્થની વિરુદ્ધમાં અને અસીમની ફેવરમાં ચાહકો ટ્વીટ્સ કરવા લાગ્યા. ટ્વિટર પર FixedWinnerSidharth, જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા હતાં. અનેક યુઝર્સે સિદ્ધાર્થ જીતતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાંક યુઝર્સે ફિનાલેને ફિક્સ્ડ ગણાવી હતી તો કેટલાંકને સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ના વિનર માટે યોગ્ય લાગ્યો નહીં. કેટલાંક યુઝર્સે એમ કહ્યું કે જો ‘બિગ બોસ’ જીતવું હોય તો કોઈની સાથે અફેર હોવું જોઈએ, ડ્રગ્સ લેવું જોઈએ, મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવું જોઈએ અને બીજા સ્પર્ધકો સાથે ઝઘડો કરતા રહેવું જોઈએ અને પોતાની ભૂલ પર ગમે તેવા તર્ક આપીને તેને યોગ્ય સાબિત કરતા આવડવું જોઈએ.
- માત્ર સામાન્ય લોકોએ જ નહીં પણ ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાન તથા ‘બિગ બોસ’ની પૂર્વ વિજેતા ગૌહર ખાન તથા પ્રિયંકા ચોપરાની કઝિન મીરા ચોપરાએ પણ સિદ્ધાર્થ શુક્લા વિનર બનતા નારાજગી પ્રગટ કરી હતી.
- “બિગ બોસ”માં સિદ્ધાર્થ શુક્લા વિનર બને તે પહેલાં જ કલર્સ ચેનલની એક મહિલા કર્મચારીએ ચેનલ પર ફિક્સ્ડ હોવાનો આરોપ લગાવીને રાજીનામુ આપી દીધું હતું.
- પ્રિયંકાની કઝિન બહેને સમર્થન આપ્યું:
- ચેનલ પર ફિક્સ્ડ હોવાના આરોપ પર મીરા ચોપરાએ પણ કર્મચારીનું સમર્થન કર્યું હતું, તેણે કહ્યું હતું, સૂત્રો દ્વારા આ વાત પહેલેથી ખબર હતી પરંતુ આ પ્રકારનું સ્ટેન્ડ તે લીધું, તારા પર ગર્વ છે. જે લોકો આટલો સમય અંદર રહ્યાં, તેમની સાથે અન્યાય થયો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News