પાટણ જિલ્લાના તમામ 525 ગામો 100% રસીકરણ માટે આવરી લેવા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ
જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા


સિધ્ધપુર તાલુકાના દરેક ગામમાં સો ટકા રસીકરણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રસીકરણ મહોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ સિધ્ધપુર તાલુકાના ગામોમાં મુલાકાત લઈ ગ્રામજનોને સો ટકા રસીકરણ માટે આહવાન કર્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ સિધ્ધપુર તાલુકાના મંગળપુરા, નેદરા, ખળી સહિતના વિવિધ ગામોની મુલાકાત લઈ રસીકરણ કામગીરીની માહિતી મેળવી હતી.

મંગળપુરા સહિત સીમ વિસ્તારમાં રહેતા લોકો સાથે સંવાદ કરી લોકોને માર્ગદર્શિત કરી, પ્રેરણા પૂરી પાડી અને 100% રસીકરણ કરાવવા માટે જણાવ્યું હતું. તેમજ સરસ્વતીનગર પ્રાથમિક શાળા અને મંગળપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શિક્ષણ કાર્યની સમીક્ષા કરી હતી.

રસીકરણ દરમિયાન સીમ વિસ્તારમાં રહેતા યુવાનો સો ટકા રસીકરણમાંથી કોઈ બાકી ન રહી જાય તે માટે સતત પ્રયત્ન કરી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. રસીકરણ કામગીરી કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સતત સહકાર આપીશું એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ગ્રામલોકોએ ખાતરી આપી હતી.

સિદ્ધપુર તાલુકાની ગ્રામ્ય મુલાકાતમાં તાલુકા વિકાસ અધિકારી એજાજ રાજપરા, તાલુકા આરોગ્ય અધિકારી રેખાબેન નાયક, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ તેમજ આરોગ્યની ટીમ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024