પાટણ : યુનિવર્સીટી દ્વારા ટયુશન અને લેબોરેટરી ફીમાં કરાયો ઘટાડો

કોરોના વાયરસની મહામારી વચ્ચે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટમાં મેરીટ બેઝ પોગ્રેસન આપવામાં આવ્યું હતું.

જેને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા યુનિવર્સીટીમાં અનેકવાર રજુઆત કરી કુલપતિને આવેદનપત્ર આપી ટ્યુશન ફી અને લેબોરેટરી ફી માં પ૦% રાહત આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી અને આ બાબતે અગાઉ પણ આદોલન પણ કરવામાં આવ્યું હતું.

ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાને લઈને તાજેતરમાં મળેલી કારીબારીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો

અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા ટ્યુશન ફી અને લેબોટરી ફી માં પ૦ટકા રાહત આપવાનો પરિપત્ર કરવામાં આવ્યો હોઇ વિદ્યાર્થી હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કુલપતિ ડો.જે.જે વોરાએ જણાવ્યું હતું.