આજ રોજ ભારતીય જીવન વીમા નિગમ સિદ્ધપુરના સૌજ્ન્યથી ૧ જુલાઈના રોજ નેશનલ ડૉક્ટર્સ ડે નિમિતે વિવિધ તબીબી સેવાના નિષ્ણાત ડૉકટરઓનો સન્માન માનનીય બલવંતસિંહ રાજપૂત (ચેરમેન જીઆઈડીસી ગુજરાત સરકાર) ના વરદહસ્તે કરવામાં આવ્યું,

રાજપૂતસાહેબ દ્વારા તેમના ઉદબોધનમાં જણાવ્યું કે “છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી કોરોના મહામારી ની લડતમાં એક મહા યોદ્ધા તરીકેની જો કોઈ ફરજ બજાવી હોય તો આ ડોકટરોએ બજાવી છે.

પોતાની અને પોતાના સ્વજનો ની ( કુટુંબ) ની પરવા કર્યા સિવાય રાત દિવસ કોરોનાના દર્દીઓને મોતના મુખમાંથી પાછા લાવવાનું ભગીરથ કામ કર્યું છે. ડૉક્ટર માટે એક દિવસ નો સન્માન અને દિવસ કાફી નથી. એ પરિવાર કે જે પરિવારનું સ્વજન મોતના મુખમાંથી પાછુ આવ્યું હશે તેના માટે તો આખુ વર્ષ ડૉક્ટર દિવસ હશે”.

રાજપૂત સાહેબએ કોરોના વેક્સીન લેવા માટે સર્વેજનો ને અપીલ કરી હતી. આ સન્માન કાર્યક્રમમાં કાર્તિક મોદી – પ્રમુખશ્રી – લાયન્સ કલબ, સિધ્ધપુર, રાજેશ માધુ – પ્રમુખ-રોટરી કલબ, સિધ્ધપુર, જીજ્ઞાબેન – મંત્રી- યોગાંજલી આશ્રમ- સિધ્ધપુર, આજના કાર્યકમના આયોજક દિલીપભાઈ પુરોહિત તેમજ સિદ્ધપુરના તબીબી સેવાના નિષ્ણાત ડૉકટરઓ અને એલ.આઈ.સી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
