સિદ્ઘપુરમાં કારના કાચ ખુલ્લા મુકીને શાકભાજી લેવા ગયેલા યુવાનના રોકડ રૂ.ર૦૦૦ તસ્કર ઉઠાંતરી કરી ગયો હતો. આ અંગે યુવાને સિદ્ઘપુર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ઘપુરમાં ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા વિક્રમજી શીવાજી ઠાકોર મંગળવારે દિવસ દરમ્યાન મજુરી કરી ચાની લારીની આવક રોકડ રૂ.ર૦૦૦ તેમજ હિસાબની ચોપડીઆે થેલામાં મુકીને સાંજે ઘરે જઇ રહ્યા હતા.

આ દરમ્યાન કાકોશી ચાર રસ્તા ખાતે આવી તેઆે શાકભાજી લોવા ગાડીમાંથી ઉતર્યા હતા. જોકે, આ દરમ્યાન ગાડીના કાચ ખુલ્લા હતા તેનો લાભ લઇને અજાણ્યા તસ્કરો થેલાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે વિક્રમજી ઠાકોરે સિદ્ઘપુર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે સિદ્વપુર પોલીસ પેટ્રોલીગમાં હતી તે વખતે કેટલાક શંકાસ્પદ યુવાનની પુછપરછ કરતા તેમની પાસે ચાની હિસાબની ચોપડી સહિત કાગળો મળી આવ્યા હતા તેના આધારે ચાની કિટલી માલીકને બોલાવી તે ચાપડીઓની ઓળખ કરતા તેની હોવાનુ જણાવ્યુ હતુ.

જેના આધારે રોહીત બજરંગ રાજુ તેલી રહે.કોટા (બુંદીકોટા) રાયપુર ટકેનીયા રાજસ્થાન, શીવા મધુકર (રાજુ) ગાયકવાડ રહે.જલગાંવ રેલ્વેસ્ટેશનની બાજુમા મહારાષ્ટ્ર તથા ક્રીષ્ના રાજુ યાદવ રહે.મુજફફપુર સેનરાય ઝુંપડપટ્ટીમાં મહારાષ્ટ્રને ઝડપી પાડ્યા હતા.

તેઓની પાસેથી ચોરીનો થેલો સહિત રોકડ રકમ રુપિયા પ૦૦ તથા ચા ના વેપાર ના હીસાબની ચોપડીઆે સાથે એક આેઇલની બોટલ તથા પેપર સ્પ્રે (મરચા નો સ્પ્રે) મુદ્દામાલ રીકવર કર્યો હતો.આમ સિધ્ધપુર પોલીસે ૧પ કલાકમાં જ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024