ઉંઝા તાલુકાના જગન્નાાથ પુરા ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતાં પટેલ કૌશિકકુમાર દિનેશચંદ્ર જેઓ સિદ્ઘપુર એ.પી.એમ.સી સ્થિત દુકાન નંબર ૪૧ માં આનાજ (ઘઉં )નો જથ્થો ખાલી કરી રહ્યો હતો

તે દરમિયાન જે.આર.શુક્લા પો.સબ.ઇન્સ ને ખાનગી રાહે બાતમી મળતા પૂછ પરછ કરતા જવાબ બરાબર ના મળતા મુદ્દામાલ સહિત પટેલ કૌશિકભાઈ દિનેશચંદ્રની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે સિધ્ધપુર પોલીસને બાતમી મળી હતી કે ઊંઝા તાલુકાના જગન્નાાથપૂરા ગામમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતો કૌશિક દિનેશભાઈ પટેલ નામનો ઇસમ ગ્રાહકોને છેતરપીંડી કરી.

ઓછું અનાજ આપી બચેલો અનાજનો જથ્થો સગેવગે કરવા માટે સિધ્ધપુર ગંજ બજારમાં આવેલ પેઢી નંબર ૪૧ પટેલ મુકેશકુમાર એન્ડ મહેન્દ્ર કુમારની કંપનીમાં ઘઉ વેચવા માટે આવેલ છે અને પેઢી આગળ ખાલી થતા લાલ કલર નું આઈસર ગાડી નંબર જીજે-રએકસએકસ-૭૩૬૦ માથી ઘઉં નો જથ્થો ખાલી થવાની જાણકારી મળતા સિધ્ધપુર પીઆઇ ચિરાગ ગોસાઈ દ્વારા ત્વરીત કાર્યવાહી કરી ઉપરોક્ત ગંજ બજાર ની પેઢી આગળ પડેલ આઇસર ઝડપી તપાસ કરતા ર૩ર બોરી જેટલો સસ્તા અનાજની દુકાનમાં વેચાતો ૧૧રપ૦ કિલો ઘઉની જથ્થો મળી આવ્યો હતો.

જેની અંદાજિત કિંમત ર૧૩૭પ૦ જેટલી થવા જાય છે સાથે ૪ લાખ રૂપિયાનું આઇસર મળી કુલ ૬,૧૩,૭પ૦ નો મુદ્દામાલ જપ્ત કરી એસેન્સીયલ કોમોડિટી એક્ટ ૧૯પપની જોગવાઈ મુજબ નામદાર કલેકટરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ૪૧/૧ડી અંતર્ગત આરોપી કૌશિક દિનેશકુમાર પટેલ ની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઊંઝા તાલુકાનો રેશનિંગ નો જથ્થો સિદ્ઘપુર એપીમસી સ્થિત પેઢીમાં ઠલવાઈ રહ્યો હોવાની ઘટના સામે આવતા વેપારી આલમમાં ણ અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024