sister in laws brother raped the woman in patan

Patan : સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમા રહેતી એક પરિણિત મહિલા ઉપર શહેરના જ એક સબંધી શખ્સે વારંવાર દુષ્કર્મ કરતાં આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની હકીકત મુજબ શહેરના નવાવાસમા રહેતી મુસ્લિમ સમાજની પરિણિતા અન્ય લોકોનાં ત્યાં ઘરકામ કામ કરીને પરિવારના ગુજરાનમાં મદદરૂપ બની રહી છે.

છ મહિના અગાઉ તેના ભાભીને પીળીયો થતા હોસ્પિટલમાં દાખલ કરેલ હોઇ તેઓની સાથે દવાખાને રહેતી હતી તે દરમ્યાન તેમના ભાઈનો સાળો જહિર મજીદભાઈ શેખ રહે, નવાવાસ પણ ત્યાં આવતો હતા. તેણે ત્યાં એકલતાનો લાભ લઇ અનૈતિક સબંધની માંગણી કરી હતી.

તેણી ફ્લેટમાં ઘરકામ કરવા જતી તેનો પીછો કરતો હતો. છ મહિના અગાઉ તેની મમ્મીના ઘરે કોઇ હાજર ન હતું ત્યારે એકલતાનો લાભ લઇ છેડછાડ કરી હતી. ચારેક મહિના અગાઉ ફાતેમાબેન છાપીવાલાના ઘરે કામ કરતી હતી તે વખતે આ ફાતેમાબેન ઘરે હાજર ન હોઇ આ જહીરે ત્યાં આવી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યું હતું અને આ બાબતની જાણ કોઈને કરેલ છે તો પતિ પત્નીને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ત્યારબાદથી આજસુધી છ થી સાત વાર શરીર સંબંધ બાંધી પતિને છોડી દેવા માટે મજબુર કરતો હોઇ તેણીએ બે-ત્રણ દિવસ પહેલા પતિને કહેતાં તેઓએ હિંમત આપતાં સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.

હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024