ડિમેન્શિયામાં યાદશક્તિ ઓછી થવી, નિર્ણય લેવામાં મુશ્કેલી, કન્ફ્યૂઝન, ધ્યાન કેન્દ્રિત ન થવું, વ્યવહારિક ચેન્જિસ, નિરાશા સામેલ છે, જેના કારણે વ્યક્તિની રૂટિન લાઇફ પણ પ્રભાવિત થાય છે. ફેમિલી હિસ્ટ્રી સિવાય, હાઇ કોલેસ્ટ્રોલ, સ્મોકિંગ અને ડ્રિંકિંગ જોખમ વધારતા મહત્વપૂર્ણ કારણ છે
શું છે ડિમેન્શિયાના કારણો અને તેને કેવી રીતે ઓળખવા?
ડિમેન્શિયામાં યાદશક્તિ ઓછી થવી, નિર્ણય લેવામાં મુશ્કેલી, કન્ફ્યૂઝન, ધ્યાન કેન્દ્રિત ન થવું, વ્યવહારિક ચેન્જિસ, નિરાશા સામેલ છે, જેના કારણે વ્યક્તિની રૂટિન લાઇફ પણ પ્રભાવિત થાય છે. ફેમિલી હિસ્ટ્રી સિવાય, હાઇ કોલેસ્ટ્રોલ, સ્મોકિંગ અને ડ્રિંકિંગ જોખમ વધારતા મહત્વપૂર્ણ કારણ છે અને તેના કારણે હાઇપરટેન્શન વધે છે. આધુનિક જીવનશૈલી જેમાં નિષ્ક્રિય જીવન, અનહેલ્ધી ખોરાક, ડિપ્રેશન અને તણાવપૂર્ણ પ્રોફેશનલ લાઇફ, આલ્કોહોલ તથા તંબાકૂનો ઉપયોગ સામાન્ય વાત થઈ ગઈ છે, જેના કારણે હાઇપરટેન્શન પણ સામાન્ય બની ગયું છે. સ્થિતિ એવી છે કે અમદાવાદના 15થી 49 વર્ષીય પુરૂષો વસતીના 15 ટકા કરતા વધુ હાઇપરટેન્શનથી પીડાય છે.
મોટાભાગના લોકો નોટિસ નથી કરી શકતા
સામાન્ય બ્લડ પ્રેશર 120-80 MMHCની આજુબાજુ હોય છે અને બોર્ડરલાઇનનો અર્થ છે હાઇપરટેન્શન. હાઇ બ્લડપ્રેશર આપણાં મગજ પર ખૂબ વધુ દબાણ નાખે છે, જેના કારણે તેનું ફંક્શનિંગ પણ પ્રભાવિત થાય છે. આ કારણે નાની ઉંમરમાં ડિમેન્શિયાનો ખતરો વધી શકે છે. જે આગળ જઈને અલ્ઝાઇમરનું જોખમ વધારે છે. આ પહેલા જ સાબિત થઈ ચૂક્યું છે કે સૌથી વધુ ડિમેન્શિયા પીડિત લોકોમાં ભારતનું બીજું સ્થાન છે. ઘણા બધા કિસ્સાઓમાં તેની ઓળખ પણ નથી થતી, કારણ કે ઘણા બધા લોકો આ બીમારી વિશે જાગૃત નથી. ડિમેન્શિયાથી બચાવની એકમાત્ર રીત છે કે તેને વધારતા કારણો પર નિયંત્રણ રાખવું. જો કોઈને યાદશક્તિ સંબંધી સમસ્યા થઈ રહી છે અથવા વિચારવાની ક્ષમતા પર અસર પડી રહી છે તો તેને સાયકિયાટ્રિક ઇવેલ્યુએશન જરૂર કરાવી લેવું જોઈએ.
આ પગલા ભરો
ડિમેન્શિયા એવી સ્થિતિ છે, જેમાં સામાન્ય રીતે 5 સ્ટેજ હોય છે. પહેલો સ્ટેજ જેમાં કોઈ પ્રકારની પરેશાની સામે નથી આવતી, જ્યારે આગળના સ્ટેજમાં મુશ્કેલીઓની ગંભીરતા વધતી જાય છે. સામાન્ય રીતે તેની તપાસમાં ઘણો સમય લાગે છે, જેમાં મેમરી ટેસ્ટ અને ઇમેઝિંગ સ્ટડી પણ સામેલ હોય છે. જોકે, આ સમસ્યાનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. એવામાં તેનું જોખમ વધારતા કારણોથી બચાવ જ બેસ્ટ ઓપ્શન છે.