આમતો ખેતરમાં અનાજ, દાળ, શાકભાજીની ખેતી કરવામાં આવે છે. ચિકન અને ઈંડા માટે મુર્ગી ફાર્મિંગ કરવામા આવે છે. બકરી અને માછલી પાલન કરવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સાંપ પાલન પણ કરવામાં આવે છે. ચીનમાં લોકો ઝેરી સાંપની કેતી કરે છે અને લાખો રૂપિયા કમાય છે.
ચીનના એક ગામમાં દર વર્ષે 30 લાખની આજુબાજુ ઝેરી સાંપનો ઉછેર કરવામાં આવે છે. ચીનના ‘જીસિકિયાઓ’ ગામમાં સ્નેક ફાર્મિંગ કરવામાં આવે છે. આ ગામની કુલ આબાદી એક હજાર આસપાસ છે.
આનો મતલબ કે દરેક વ્યક્તિ દર વર્ષે 30000 સાંપ પાલન કરે છે. અહીં પાળવામાં આવતા સાંપમાં વિશાળ અજગર, ખતરનાક કોબરા અને ઝેરી વાઈપર સહિત કેટલાએ જીવલેમ સાંપ પણ સામેલ છે. સ્થાનિક લોકોને જે સાંપથી સૌથી વધારે ડર લાગે છે તે છે ફાઈવ સ્ટેપ સ્નેક. તેનું નામ ફાઈવ સ્ટેપ રાખવાના કારણ પાછળ પણ રસપ્રદ કહાની છે. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે, આ સાંપ કરડે તો માણસ માત્ર પાંચ ડગલા જ ભરતા ભરતા તેનું મોત થઈ જાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.