BJP-Congress

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સમગ્ર દેશમાં સતત વધતો જાય છે. તો રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 15થી વધુ ધારાસભ્ય (BJP-Congress) કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ચાર મોટા નેતાઓને પણ કોરોના થયો છે. ગુજરાતના ત્રીજા સાંસદ ડૉ.કિરીટ સોલંકી પણ કોરોના સંક્રમિત થયા છે. આમ એક જ દિવસના 8 કલાક દરમિયાન ભાજપના પાંચ નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ સાંસદ અમિત શાહ, રમેશ ધડુક અને ડૉ.કિરીટ સોલંકી સહિત 16 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તો ગઈકાલે સવારે  સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હર્ષ સંઘવીભાજપધારાસભ્યસારવાર હેઠળ
કિશોર ચૌહાણભાજપધારાસભ્યડિસ્ચાર્જ
નિમાબહેન આચાર્યભાજપધારાસભ્યસારવાર હેઠળ
બલરામ થાવાણીભાજપધારાસભ્યડિસ્ચાર્જ
પૂર્ણેશ મોદીભાજપધારાસભ્યડિસ્ચાર્જ
જગદીશ પંચાલભાજપધારાસભ્યડિસ્ચાર્જ
કેતન ઈનામદારભાજપધારાસભ્યડિસ્ચાર્જ
વી.ડી. ઝાલાવાડિયાભાજપધારાસભ્યડિસ્ચાર્જ
રમણ પાટકરભાજપરાજ્યકક્ષાના મંત્રીડિસ્ચાર્જ
સી.જે.ચાવડાકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
ઈમરાન ખેડાવાલાકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
નિરંજન પટેલકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
કાન્તિ ખરાડીકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
ચિરાગ કાલરિયાકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
ગેનીબેન ઠાકોરકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
રઘુ દેસાઈકોંગ્રેસધારાસભ્યડિસ્ચાર્જ
શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રીડિસ્ચાર્જ
ભરતસિંહ સોલંકીકોંગ્રેસપૂર્વ કેન્દ્રીય મંત્રીસારવાર હેઠળ
રમેશ ધડુકભાજપસંસદ સભ્યસારવાર હેઠળ
અમિત શાહભાજપકેન્દ્રીય ગૃહમંત્રીડિસ્ચાર્જ
ડો.કિરીટ સોલંકીભાજપસંસદ સભ્યહોમ ક્વોરન્ટીન
હકુભા જાડેજા  મંત્રીસારવાર હેઠળ
કોરોનાની ઝપેટમાં આવેલ નેતાઓ

ત્યારે હર્ષ સંઘવી બાદ સાંજે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. બંન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો છે.

તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને 67 દિવસથી સારવાર હેઠળ છે. જો કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અને તેઓ જનરલ વોર્ડમાં છે. અત્યાર સુધીમાં વાત કરીએ તો કોંગ્રેસના 8થી વધુ નેતાઓને કોરોના થયો અને બીજી તરફ ભાજપમાં 12થી વધુ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.

આમ ચોક્કસથી કહી શકાય કે કોરોનાના આ કહેરથી ભાજપ કોંગ્રેસ (BJP-Congress) ના નેતાઓ પણ નથી બચી શક્યા. હાલ કુલ ચાર નેતાઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તથા બાકી તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જો કે, અત્યારે હર્ષ સંઘવી, ભાજપના ધારાસભ્ય નિમાબહેન આચાર્ય, કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને સંસદ સભ્ય રમેશ ધડુક હાલ સારવાર હેઠળ છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024