Unlock
- અમદાવાદ શહેરમાં Unlock બાદ 1 જૂનથી 13 જુલાઇ એટલે 43 દિવસમાં 110 લોકોએ આપઘાત કર્યો છે.
- તેમાં 82 પુરૂષો અને 28 મહિલાઓનો સમાવેશ થાય છે.
- આર્થિક સંકડામણ ઉપરાંત કોરોનાના થવાને કારણે અને તેના ભયને કારણે પણ બે વ્યક્તિઓએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે.
- રાજ્યમાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર અમદાવાદને થઇ છે અને હવે સુરતમાં પણ આંકડા વધી રહ્યાં છે.
- આ કોરોનાકાળમાં એનેક લોકો જે રોજનું રોજ કમાઇને ખાતા હોય તેવા લોકોની હાલત ઘણી જ કફોડી બની છે.
- તેમજ શહેરમાં ઘણાં લોકોએ તથા રાજ્ય સરકારે અનાજનું વિતરણ કરીને લોકોને મદદ પણ કરી છે.
- પરંતુ તેમણે તેમના ઘર કઇ રીતે ચલાવવા તે સળગતો સવાલ બની ગયો હતો.
- ગુજરાત સમાચારમાં છપાયેલા એક આંકડા પ્રમાણે અમદાવાદમાં અનલોક થયા બાદ આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધ્યું છે.
- Unlock બાદ એટલેકે છેલ્લા 43 દિવસમાં શહેરમાંથી 110 લોકોએ આપઘાત કર્યો છે.
- શહેરનાં પૂર્વ વિસ્તારમાં 52 લોકોએ અને પશ્ચિમ વિસ્તારમાં 26 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
- આ ઉપરાંત 11 લોકોએ આર્થિક સંકડાણને કારણે આપઘાત કર્યો છે.
- આ આપઘાતનાં કિસ્સાઓમાં 12થી 14 વર્ષના ચાર છોકરા અને છોકરીઓેએ પણ અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યાના બનાવો નોંધાયા છે.
- મોટાભાગના લોકોએ અગમ્ય કારણોસર આપઘાત કર્યા હતા.
- આ ઉપરાંત કેટલાકે બીમારીને કારણે, પત્ની રિસાઈને પિયર જતી રહેતા, ઘરકંકાસમાં, દિકરીનો જન્મ થતા વગેરે જીવન ટૂંકાવવાનાં કારણો બન્યા છે.
- નોંધનીય છે કે, મંગળવારે કોરોનાના વધુ 154 નવા કેસ નોંધાયા હતા.
- કોરોનાની સારવારમાં ત્રણ દર્દીનાં મોત નીપજ્યાં હતાં.
- જો કે, કુલ કેસની સંખ્યા 23,166 થઈ છે. કુલ મૃત્યુઆંક 1518 થયો છે.
- આજે કોરોનાની સારવારમાં વધુ 168 દર્દીને રજા અપાઈ હતી.
- તેમજ અત્યાર સુધીમાં કુલ 18081 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 3567 એક્ટિવ કેસ છે.
- 1લી જુનથી 14 જુલાઇ દરમિયાન 44 દિવસમાં 11,026 કેસ નોંધાયા છે 676 દર્દીઓના મોત નિપજ્યાં છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow