Unlock બાદ અમદાવાદમાં આટલા લોકોએ ટૂંકાવ્યું પોતાનું જીવન…

પોસ્ટ કેવી લાગી?

Unlock

  • અમદાવાદ શહેરમાં Unlock બાદ 1 જૂનથી 13 જુલાઇ એટલે 43 દિવસમાં 110 લોકોએ આપઘાત કર્યો છે.
  • તેમાં 82 પુરૂષો અને 28 મહિલાઓનો સમાવેશ થાય છે.
  • આર્થિક સંકડામણ ઉપરાંત કોરોનાના થવાને કારણે અને તેના ભયને કારણે પણ બે વ્યક્તિઓએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે.
  • રાજ્યમાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર અમદાવાદને થઇ છે અને હવે સુરતમાં પણ આંકડા વધી રહ્યાં છે.
  • આ કોરોનાકાળમાં એનેક લોકો  જે રોજનું રોજ કમાઇને ખાતા  હોય તેવા લોકોની હાલત ઘણી જ કફોડી બની છે.
  • તેમજ શહેરમાં ઘણાં લોકોએ તથા રાજ્ય સરકારે અનાજનું વિતરણ કરીને લોકોને મદદ પણ કરી છે.
  • પરંતુ તેમણે તેમના ઘર કઇ રીતે ચલાવવા તે સળગતો સવાલ બની ગયો હતો.
  • ગુજરાત સમાચારમાં છપાયેલા એક આંકડા પ્રમાણે અમદાવાદમાં અનલોક થયા બાદ આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધ્યું છે.
  • Unlock બાદ એટલેકે છેલ્લા 43 દિવસમાં શહેરમાંથી 110 લોકોએ આપઘાત કર્યો છે.
  • શહેરનાં પૂર્વ વિસ્તારમાં 52 લોકોએ અને પશ્ચિમ વિસ્તારમાં 26 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
  • આ ઉપરાંત 11 લોકોએ આર્થિક સંકડાણને કારણે આપઘાત કર્યો છે.
  • આ આપઘાતનાં કિસ્સાઓમાં 12થી 14 વર્ષના ચાર છોકરા અને છોકરીઓેએ પણ અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યાના બનાવો નોંધાયા છે.
  • મોટાભાગના લોકોએ અગમ્ય કારણોસર આપઘાત કર્યા હતા.
  • આ ઉપરાંત કેટલાકે બીમારીને કારણે, પત્ની રિસાઈને પિયર જતી રહેતા, ઘરકંકાસમાં, દિકરીનો જન્મ થતા વગેરે જીવન ટૂંકાવવાનાં કારણો બન્યા છે.
  • નોંધનીય છે કે, મંગળવારે કોરોનાના વધુ 154 નવા કેસ નોંધાયા હતા.
  • કોરોનાની સારવારમાં ત્રણ દર્દીનાં મોત નીપજ્યાં હતાં.
  • જો કે, કુલ કેસની સંખ્યા 23,166 થઈ છે. કુલ મૃત્યુઆંક 1518 થયો છે.
  • આજે કોરોનાની સારવારમાં વધુ 168 દર્દીને રજા અપાઈ હતી.
  • તેમજ અત્યાર સુધીમાં કુલ 18081 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 3567 એક્ટિવ કેસ છે.
  • 1લી જુનથી 14 જુલાઇ દરમિયાન 44 દિવસમાં 11,026 કેસ નોંધાયા છે 676 દર્દીઓના મોત નિપજ્યાં છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures