Somnath
- આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો દિવસ છે.
- સામાન્ય રીતે લોકો એક મહિના માટે રોજ જ શિવાલયોમાં જતા હોય છે.
- હાલ કોરોનાના કારણે અનેક મોટા મંદિરોમાં લોકોને ભીડ ભેગી ન કરવા અને શિવલિંગ પર અભિષેક અને બિલીપત્ર ચઢાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
- ત્યારે Somnath (સોમનાથ) મંદિરમાંથી ચોંકાવનારા અને ડરાવનારા દ્રશ્યો સામે આવ્યાં છે.
- પરંતુ મંદિરના તંત્રએ આટલું બધુ જોનવા છતાં પણ લોકોને આ રીતે બેગા કર્યા એના પર જ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
- જેના કારણે અસ્તવ્યસ્તા અને સોશિયલ ડિસ્ટિંસિંગના લીરેલીરા ઉડતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
- કોરોનાના વધતા કેસો છતાં પણ આજે સવારે Somnath મંદિરમાં આરતીના સમયે દર્શનાર્થીઓની ભીડ જામી હતી.
- સોશિયલ ડિસ્ટન્સિંગનું તો નામ જ ન હતુ. આ સાથે ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ કર્મીઓએ હળવો લાઠી ચાર્જ કર્યો હતો.
- સોમનાથ મંદિરમાં લાંબી લાઈનો થતા ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
- જેથી પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો.
- લાઠીચાર્જ થતાં ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના કારણે પોલીસ અને ભક્તો વચ્ચે થોડી રકઝક થઈ હતી.
- મંદિરમાં વ્યવસ્થાના અભાવના કારણે મારામારીના અને ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
- કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટના અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે.
- સોમનાથ (Somnath) દાદાના મંદિરમાં સોશિયલ ડિસ્ટિંસિંગનું પાલન કરાવવા જતા પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
- પોલીસે શ્રદ્ધાળુઓ પર મારામારી કરી હતી.
- તો રોષે ભરાયેલા ભક્તોએ પોલીસને પણ તમાચો મારી દીધો હતો. જેને લઈને પરિસ્થિતિ ઉગ્ર બની હતી.
- સોમનાથ (Somnath) મંદિરમાં આજે અમુક ભક્તોએ માસ્ક પહેર્યો નહોતા, અને સોશિયલ ડિસ્ટિંસિંગનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
- સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાસો જોઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
- ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં ગુજરાતના જાણીતા અને પ્રથમ જ્યોર્તિંલિંગ સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે.
- દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે.
- શનિવાર, રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
- શ્રાવણ મહિનામાં મંદિર સવારે 6. 30 ના બદલે 6 વાગ્યે ખોલવામાં આવશે.
- તો સાંજે 7.30 ના બદલે 9.15 સુધી મંદિર ખુલ્લુ રખાશે.
- જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow