Ahmedabad : અમદાવાદ શહેરમાં RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવમાં ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો ડિટેઈન કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે ઓનલાઈન મેમોથી (Online Memo) બચવા માટે નંબર પ્લેટ વાળવી, કે પટ્ટી મારવી કે અન્ય કોઈ પ્રકારના ચેડા કર્યા હશે તો પણ આવા વાહન ડિટેઇન કરવામાં આવશે અને દંડની પણ જોગવાઈ છે. ટ્રાફિક પોલીસે આ ડ્રાઈવ દરમિયાન એક જ દિવસમાં અમદાવાદમાં 123 થી વધુ વાહનો ડિટેઈન કર્યા છે.
ટ્રાફિક ઇસ્ટના DCP સફિન હસન દ્વારા અમદાવાદ શહેરમાં (Ahmedabad City) એક ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ફેન્સી નંબર પ્લેટ કે લખાણ લખનાર વાહન ચાલકો શોધી કાઢ્યા હતા. માત્ર એક જ દિવસમાં પોલીસે અલગ-અલગ જાતના લખાણો લખી ફરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જેમાંથી મોટાભાગના વાહનમાં જૂની નંબર પ્લેટ, ફેન્સી પ્લેટ કે પછી લખાણ વાળી નંબર પ્લેટ હતી.
હાલ તો પોલીસ (Police) દ્વારા આવા વાહન ચાલકોને પકડીને દંડ કરવામાં આવી રહ્યો છે.. પણ આગામી દિવસોમાં CCTV કેમેરા દ્વારા પણ આવા વાહનોને ઓનલાઈન મેમો પણ મોકલવામાં આવશે.
પોલીસ દ્વારા જો કોઈ વાહન ચાલક આરટીઓના નિયમ પ્રમાણે ની નંબર પ્લેટ વગર જોવા મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી સમયમાં ટ્રાફિક પોલીસ દ્વારા એએમસી સાથે મળીને સીસીટીવી કેમેરા મારફતે પણ આવા વાહન ચાલકોને ઈ મેમો આપીને દંડ ફટકારી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans